________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન વ્યક્તિજીવન પ્રવૃત્તિમય નિવૃત્તિમય - | | બ્રહ્મચર્યાશ્રમ પૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ સંન્યાસાશ્રમ ક, બ્રહ્મચર્યાશ્રમ જીવનના શરૂઆતનાં વર્ષોમાં વ્યક્તિએ જેવા બનવાને આદર્શ સ્વીકાર્યો છે એને અનુરૂપ ઘડતર કરવાનું હોય છે. શૈક્ષણિક રીતે આ તબક્કાને ગમે તે દૃષ્ટિએ અવલોકીએ તેમે જીવનની આ અવસ્થાને કાળ એ રીતે મહત્ત્વને બને છે કે સમગ્ર જીવન ઇમારતને પાયે અહીંયાં નંખાય છે. વ્યક્તિના શારીરિક, નૈતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ઘડતરના મંડાણ અહીં જ મંડાય છે. આથી, આ તબક્કાનું જીવન સ્વનિયમન અને સાદાઈનું પ્રબોધવામાં આવ્યું છે. વિવિધ કળાઓ અને વિજ્ઞાનની જ્ઞાનપ્રાપ્તિ આ તબકેક કરવાની છે. આ આશ્રમના મહત્વના ગુણો છે - પવિત્રતા, સંયમ, સાદાઈ, મહેનત અને ખડતલપણું, ગુરુની સેવા તથા ઈશ્વરનું શરણ. ખ. ગૃહસ્થાશ્રમ : જીવનના પ્રથમ પચીસ વર્ષમાં સમગ્ર જીવનનું ભાથું એકત્રિત કરી એકાંકી જીવન જીવતી વ્યક્તિ જીવનને સમગ્રમય અને પૂર્ણ કરવા પ્રભુતામાં પગલા માંડે ત્યારથી આ આશ્રમના મંડાણ મંડાય છે. એક અર્થમાં આ આશ્રમનું સ્થાન અતિ મહત્વનું છે. કારણ કે બીજા ત્રણે આશ્રમની વ્યવસ્થા અને વિકાસ આ આશ્રમ પર આધારિત છે. ગુરુને ઘરે વિદ્યાભ્યાસ માટે બ્રહ્મચારી જાય એ પહેલાંનું બાળજીવન આ આશ્રમમાં જ ઘડાય છે. વળી વાનપ્રસ્થી વ્યક્તિઓની સંભાળનું કાર્ય પર ગૃહસ્થાશ્રમીએ જ કરવાનું હોય છે, અને સંન્યાસીઓના નિભાવ માટે પણ ગૃહસ્થાશ્રમીઓએ જ પ્રયાસ કરવાને રહે છે. આ રીતે ગૃહસ્થધર્મ “સ્વ” કરતા “પર” માટે સવિશેષ છે. પિતૃ પ્રત્યેનું, વડીલે પ્રત્યેનું, ગુરુ પ્રત્યેનું, અન્ય સમાજબંધુઓ પ્રત્યેનું તેમ જ સર્વ જીવો પ્રત્યેનું ઋણ ગૃહસ્થીએ અદા કરવાનું હોય છે. આથી જ ગૃહસ્થીજીવન વ્યતિત કરવાના વિશિષ્ટ આદેશો અપાયા છે. આ આશ્રમના મહત્વના ગુણો છે– દાન, શ્રમ, કરકસર, સંયમ, ધર્માભિમુખ વૃત્તિ, સમાજસેવા વગેરે. ગ. વાનપ્રસ્થાશ્રમ : ગૃહસ્થાશ્રમી તરીકે ખૂબ પ્રવૃત્તિમય જીવન વ્યતિત ર્યા પછી દે પ્રવૃત્તિમાંથી મનઃપ્રવૃત્તિ તરફને માગે તે પ્રહસ્થાશ્રમથી વાનપ્રસ્થને