________________ હિંદુધર્મ સમગ્ર હિંદુસમાજને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ વર્ગોને સ્વીકાર શરૂઆતના તબકે જે તે વર્ગના ગુણ, ફરજ પર આધારિત હતો. પરંતુ, કાળાનુક્રમે આ વર્ગો જડ પ્રકારના વર્ગો તરીકે સ્થાપિત થઈ વર્ગો તરીકે સ્વીકારવામાં આવ્યા અને વંશપરંપરાગત વર્ણ, પેઢી-દરપેઢી સમાન રીતે ચાલતી આવી. સમય જતાં આ વર્ષે જ્ઞાતિઓમાં, પેટાજ્ઞાતિઓમાં અને વર્ણસંકર કે જ્ઞાતિસંકર જૂથમાં પરિણમવા માંડી. વર્ણવ્યવસ્થા કે વર્ણસંસ્થાના ઇતિહાસમાં આપણે નહિ ઊતરીએ. આપણે માત્ર એટલું જ નંધીએ કે કોઈ પણ જનસમાજમાં બધી જ વ્યક્તિઓ એકમય હોતી નથી અને એથી જ કોઈ ને કોઈ પ્રકારે વ્યક્તિઓના સમૂહમાં સમાજનું વર્ગીકરણ થતું જ રહેશે એમ લાગે છે. જ્યાં સુધી વ્યક્તિ-ભિન્નતા છે ત્યાં સુધી સમાજવ્યવસ્થા અને સમાજ-જૂથે સ્વીકાર અનિવાર્ય છે. લેટથી માંડી કાલ માફ૧૪ સુધીના વિચારકોએ આ વાત સ્વીકારી છે. હિંદુધર્મ ચાર વર્ણ સ્વીકારે છે : ક. બ્રાહ્મણ ખ. ક્ષત્રિય ગ. વૈશ્ય ઘ. દ્ર ક. બ્રાહ્મણ સમાજને આ વગર અધ્યયન અને અધ્યાપનના કાર્યમાં વ્યસ્ત રહે છે. ધર્મશાસ્ત્રોનો અભ્યાસ, તેનું જ્ઞાન જનસમુદાયને આપવું અને શાસ્ત્રોક્ત રીતના વ્યવહારની સમાજને સૂઝ આપવી એ એમનું મુખ્ય કર્તવ્ય રહે છે. આમ તેઓ સમાજ-શિક્ષક છે અને સમાજના આધ્યાત્મિક નેતા છે. બ્રાહ્મણના સાહજિક ગુણ છે–આત્મસંયમ, પવિત્રતા, ક્ષમા, સાદાઈ, નેહ, ડહાપણ, ઈશ્વર અને ધર્મગ્રંથમાં શ્રદ્ધા તથા સત્ય (Truth) અને સત્તાનું ( Reality) તાત્વિક જ્ઞાન. ખ, ક્ષત્રિય સમાજના રક્ષણની જવાબદારી જે વર્ગને શિરે છે તે વાં ક્ષત્રિય વર્ગ. આંતરિક સ્પર્ધા કે બાહ્ય આક્રમણની સામે આ વર્ગ સમાજની અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવે છે. આથી સમાજની રાજકીય નેતાગીરી આ વર્ગ પાસે રહે છે. 14. માર્ક વર્ગવિહીન સમાજની વાત કરે છે, વર્ણવિહીન સમાજની નહિ.