________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન. સમાજમાં પ્રવર્તતી વિષમતા, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે રહેલા ભેદ વિવિધ પ્રસંગોમાં વિવિધ રીતે વર્તવાના દાખલાઓ અન્ય શી રીતે સમજાવી શકાય ? કલ્પિત આદર્શ સમાજમાં કદાચિત આર્થિક અસમાનતા દૂર કરી શકાશે, સંભવતઃ સામાજિક સમાનતા સ્થાપી શકાશે, પરંતુ શું બૌદ્ધિક સમાનતા, સંવેદન સમાનતા, નૈતિક સમાનતા અને આધ્યાત્મિક સમાનતા સ્થાપી શકાશે ખરી ? માનવી માનવી તરીકે જીવે છે. ત્યાં સુધી, એનામાં દેવત્વના અંશ ઉપરાંત બીજા અંશેનું સંમિશ્રણ છે ત્યાં સુધી, માનવ-માનવની તાવક સમાનતા હોવા છતાં, બાહ્ય અસમાનતા અને વિવિધતા અનિવાર્ય છે. આ હકીક્ત જે અનિવાર્ય હોય તે સમજાવવી પણ એટલી જ જરૂરી છે. કર્મને સિદ્ધાંત આવી સમજણ પૂરી પાડે છે. 7. મુક્તિને ખ્યાલ: દુઃખજનક, અજ્ઞાનમથી અસ્તિત્વમાંથી માનવીની મુક્તિ પ્રાપ્ત કરી એને માટે દેવત્વભર્યા જીવનની પ્રાપ્તિ એ પ્રત્યેક ધર્મનું લક્ષ્ય રહ્યું છે. હિંદુધર્મમાં મુક્તિ અંગે વિસ્તૃત વિચારણા થઈ છે. જીવાત્માના સ્વરૂપને ખ્યાલ કરતી વખતે આપણે એ જોયું કે માનવી માત્ર શરીર-મનનું સંયુક્ત અસ્તિત્વ જ નથી. પિતાના સ્વ-સ્વરૂપનું અજ્ઞાન એ જ બંધન અને જે મુક્તિ મેળવવાની છે તે આ બંધનમાંથી, એટલે જે આપણે બંધનના સ્વરૂપને યોગ્ય ખ્યાલ પામી શકીએ તે મુક્તિના સ્વરૂપને ખ્યાલ પણ આપોઆપ સમજાય. પિતાનામાં બિરાજમાન દૈવીતત્ત્વને પિછાણવાની અશક્તિથી માનવી જ્યારે પિતાની જાતને એનાં અનેક વિવિધ અંગેમાંથી એક અંગ કે વિશેષ અંગે સાથે સમરૂપ માને ત્યારે એ પિતાને એક મર્યાદિત સ્વરૂપે જુએ છે. એટલું જ નહિ, પિતાના એ મર્યાદિત સ્વરૂપના જ્ઞાનને સંપૂર્ણ માનીને વ્યક્તિ પિતાના કાર્યો પણ એવા જ મર્યાદિત ક્ષેત્ર પૂરતાં રાખે છે. આમ, એક અજ્ઞાનમયી પગલું ઊંડાણભર્યા તિમિરના માર્ગે વધુ ને વધુ આગળ લઈ જાય છે. તિમિરની દુનિયામાં જીવાત્માનું અટવાવું એ જ એની બંધાવસ્થા. એ બંધનમાંથી જીવન, મૃત્યુ, જીવનની ઘટમાળ ચાલુ રહે. એમાંથી જ ફળ પિપાસા, કાર્ય-પરિણામ, ગાયટન વગેરે નીપજે. આ બંધન સ્વરૂપમાંથી જ જીવન-મૃત્યુ, જન્મોજન્મને ક્રમ સતત રીતે ચાલ્યા કરે છે. આ બંધનમાંથી દૂર થવું એટલે જ મુક્તિ. આ મુક્તિ શી રીતે પ્રાપ્ત થાય, એનું સાચું સ્વરૂપ શું છે, કેવા વિવિધ પ્રકારની મુક્તિ શક્ય છે; એની ચર્ચા પણ હિંદુધર્મમાં વિવિધ સ્વરૂપે કરવામાં આવી છે. પરંતુ જેમ બંધનના વિષયમાં