________________ હિંદુધર્મ 3. કર્મના સિદ્ધાંતની સામે કેટલીક વેળા એમ કહેવામાં આવે છે કે એ સિદ્ધાંત સમાજસેવાના કાર્યમાં બાધા નાખે છે. એવી દલીલ રજૂ કરવામાં આવે છે કે આ નિયમ અનુસાર તે પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કરેલાં કર્મોનાં જ ફળ ભોગવતી હોઈ, એમને જે કંઈક દુઃખ-દર્દ થાય એમાંથી એમને મુક્ત કરવા એટલે કર્મના સિદ્ધાંતના પાલનની આડે આવવા બરાબર થાય. પરંતુ, આપણે આગળ જોયું તેમ પ્રત્યેક જીવમાં દૈવીઅંશ છે, એટલું જ નહિ, પરંતુ પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર હયાત છે, આથી દુઃખી અને દરિદ્રીની સેવા કરવી એ ખરી રીતે તે પ્રભુસેવા સમાન છે. મદદપાત્ર કોઈપણ વ્યક્તિને મદદ ન કરવા માટે કર્મના સિદ્ધાંતને આશરે લે એ તે પિતાના કાર્યમાંથી છટકવા માટેનો માર્ગ શોધવા બરાબર છે. જે -વ્યક્તિ સારું કામ કરી શકે એમ છે, એ પોતે જે એવું કામ ન કરે તે એમાં દોષ વ્યક્તિનો છે, અને ખોટા કામ ને સંચય એ વ્યક્તિ પિતા માટે કરે છે. આમ, જે મદદને પાત્ર છે તેને મદદ ન કરવામાં સાચી રીતે તે વ્યક્તિ પિતાને જ મદદ કરતી નથી. ૪કર્મનો સિદ્ધાંતની સામે કેટલીક વેળા એ વાંધો ઉઠાવવામાં આવે છે કે એ નિયતીવાદ (Determinism) અથવા તે દૈવવાદ (Predestination) કે ભાગ્યવાદ (Fatalism) તરફ દોરી જાય છે. અહીંયાં આપણે એ નોંધવું જોઈએ કે કમને સિદ્ધાંત પ્રારદવાદને પુરસ્કર્તા નથી. વ્યક્તિ જે કંઈ પ્રાપ્ત કરે છે કે ભગવે છે એ એના પ્રારબ્ધને કારણે નહિ. પરંતુ એનાં પિતાનાં જ કર્મોને કારણે છે. પિતાનાં જ કર્મોથી નિણત થયેલું પિતાનું ભાગ્ય પોતે પિતાનાં જ કર્મોથી પલટાવી શકે છે, એ કર્મના સિદ્ધાંતો મહત્વનો સૂર ભુલાવો જોઈએ નહિ. કર્મને સિદ્ધાંત એ સૂચવે છે કે નૈતિક મૂલ્યોને નાશ થતો નથી, અને એથી માનવીએ પ્રાપ્ત કરેલ નૈતિક મૂલ્ય અનુસારનું ફળ એને હંમેશા પ્રાપ્ત થાય છે. સારું અદશ્ય થતું નથી, નરસું એનો પીછો છોડતું નથી, અને છતાંયે નરસાને સારામાં પલટાવવાની શકિત માનવીમાં છે એ હકીકતને ઇન્કાર કર્મને સિદ્ધાંત કરતો નથી. આમ, આપણે એ જોઈ શકીએ છીએ કે કર્મના સિદ્ધાંતની સામે રજૂ કરવામાં આવેલી કેટલીક દલીલમાં ઝાઝું તથ્ય નથી. કર્મના સિદ્ધાંતનું હાર્દ હિંદુ ધર્મના હાર્દને અનુલક્ષીને તપાસવું જોઈએ.