________________ હિંદુધર્મ હિંદુધર્મના સર્વસામાન્ય ખ્યાલ આપણે વિચાર કર્યો તેમ મુક્તિ અંગે પણ હિંદુધર્મના સર્વસામાન્ય ખ્યાલને જ વિચાર કરીશું. જન્મ-મરણની ઘટમાળમાંથી છૂટકારો એ મુક્તિ. આ છૂટકારે એટલે સર્વ દુઃખ અને ગાયટનમાંથી મુક્તિ. આ મુક્તિ એટલે જીવનનું શિવ સાથેનું તાદામ્ય. આ મુક્તિ એટલે જીવાત્માના આત્મતત્વનો આવિષ્કાર. હિંદુધર્મમાં મુક્તિના બે પ્રકાર સ્વીકારાયા છે. એક, સદેહ મુક્તિ અને બીજે, વિદેહ મુક્તિ. ક. સદેહ મુક્તિ : જીવાત્મા જ્યારે અજ્ઞાનનું આવરણ દૂર કરે છે ત્યારે એને સ્વસ્વરૂપનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બ્રહ્મ–તાદાભ્યને અનુભવ પામવા છતાં દેહની મર્યાદામાં રહીને જીવાત્માએ જીવન વ્યતિત કરવું પડે છે. દેહ-પ્રકૃતિનાં સહજ કાર્યો એ કર્યું જાય છે. આવા કોઈ કાર્ય માટે એને કામના નથી. અન્ય કઈ પ્રકારનાં કાર્યોમાં પણ એની કોઈ કામના નથી. એ જગતમાં હોવા છતાં ગતને નથી. દેહની મર્યાદાનો લોપ થાય ત્યાં સુધી એ દેહભાવે અસ્તિત્વ ધરાવે છે. ખ. વિદેહ મુક્તિ : સ્વ-રવરૂપ જ્ઞાની જીવાત્મા જ્યારે દૈહિક બંધનને પણ ત્યાગ (નાશ) કરી શકે છે, એટલે કે એના દેહને જ્યારે વિલય થાય છે ત્યારે એની સંપૂર્ણ મુક્તિ થાય છે, અને દેહનાં બંધને એમાં કોઈ રૂકાવટ નાંખી શકતા નથી. આત્માનું બ્રહ્મ સાથેનું તાદાઓ જે સદેહ મુક્તિ અવસ્થામાં પણ સતત હતું એ હવે, દેડના બંધન દૂર થતાં સંપૂર્ણ બને છે. વ્યક્તિ, વ્યક્તિ મટીને સમષ્ટિ બને છે. જીવ, જીવ મટીને શિવ બને છે. માનવ, માનવ મટીને દેવ બને છે. પ્રચંડ અગ્નિમાંથી છૂટો પડેલે તણખે વળી પાછો સમગ્ર અગ્નિમાં સમાઈ જઈ એક અગ્નિમય બની જાય છે. હિંદુધર્મના બે ધન અને મુક્તિના ખ્યાલને આગળ ધરી કેટલાક વિચાર એને નિરાશાવાદી તરીકે ઓળખાવે છે. અહીંયાં જે પ્રશ્ન આપણે વિચારવાનો છે, તે આ હિંદુધર્મ શું ખરેખર નિરાશાવાદી છે? જે અનિષ્ટના અસ્તિત્વના સ્વીકારને તથા માનવજીવનમાં દુઃખના અસ્તિત્વના સ્વીકારને જ નિરાશાવાદ કહેવાય તો હિંદુધર્મને પણ નિરાશાવાદી કહી શકાય. પરંતુ તે પછી પ્રત્યેક ધર્મને નિરાશાવાદી તરીકે આલેખવો પડે. કારણ કે સૃષ્ટિમાં અનિષ્ટના અસ્તિત્વને અને માનવજીવનના દુઃખને સ્વીકાર પ્રત્યેક ધર્મ કરે છે. એટલું જ નહિ પરંતુ પ્રત્યેક ધર્મને એ પ્રયાસ છે કે માનવજીવનમાંથી દુઃખ શી