________________ હિંદુધર્મ ફળપ્રાપ્તિની આશાથી કરવામાં આવ્યા હોય, અને આથી શ્રીમદ્ભગવદ્ગીતામાં પ્રબોધેલ નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિને કર્મને સિદ્ધાંત આવતો નથી કર્મના ફળની ઈચ્છા વિના, માત્ર ફરજપાલનના ખ્યાલથી કરેલાં કર્મો એ તે ઈશ્વરસમર્પિત કર્યો છે. ઈશ્વરની ઈચ્છાને આધીન રહીને કરેલાં કર્મોનું ફળ વ્યક્તિને મળતું નથી. એ કર્મો તે સંગ્રહાથે થયેલા કામ પ્રકારનાં છે. આ મુદ્દે મહવને એ માટે બને છે કે કર્મના બંધનમાંથી મુક્તિ મેળવવાને એ માર્ગ ચીંધે છે. નિષ્કામભાવે કર્મ કરનાર વ્યક્તિ માટે સંચિમાન પ્રકારના કોઈ કર્મો એકત્રિત થતાં નથી. એટલે એને માટે તે પ્રારબ્ધ કર્મો અને સંચિત કર્મને જે સમૂહ હોય એનાં જ પરિણામોનું ભોગાયટન ભેગવવાનું રહે છે, અને એથી એ જીવાત્મા આ સૃષ્ટિમાં હોવા છતાં, આ સૃષ્ટિનો થતો નથી. આ પ્રકારે કર્મનાં પરિણામોના ગાયટનમાંથી મુક્તિ મેળવી જીવાત્મા ઈશ્વર સાથેના તાદાત્યના માર્ગે પ્રયાણ કરે છે. ક સિદ્ધાંતની કેટલીક ટીકાઓની વિચારણા : કર્મના સિદ્ધાંતની સામે કેટલાક વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. તેની વિચારણા હવે આપણે હાથ ધરીએ. 1. એમ કહેવામાં આવે છે કે કર્મને સિદ્ધાંત માનવીના સંકલ્પ-રવાતંત્રને અનાદર કરે છે, અને એમ કરી માનવીના નૈતિક-જીવનને આધાર છીનવી લે છે. કર્મના સિદ્ધાંતની આપણે ઉપર કરેલી રજૂઆતથી સ્પષ્ટ થશે કે કર્મનો સિદ્ધાંત નથી તે માનવીની સ્વતંત્ર સંકલ્પશક્તિને અસ્વીકાર કરતા કે નથી તે એ માનવીના નૈતિક-જીવનના આધારને અનાદર કરત. કર્મનો સિદ્ધાંત તે ખરી રીતે એમ કહે છે કે મારાં પૂર્વ કર્મોનું ફળ હું અત્યારે ભગવું છું. આમ શા માટે ? કારણ કે જે કર્મો કર્યા એ મેં ક્ય, એ કર્મોને માટે હું જવાબદાર છું અને એથી એ કર્મોના પરિણામનું ભોગાયટન મારે જ કરવું જોઈએ. વળી, કર્મનો સિદ્ધાંત તે કાર્યકારણના સિદ્ધાંતના સ્વરૂપને છે. પ્રકૃતિમાં નીપજતી વિવિધ ઘટનાઓમાં કાર્યકારણની એકરૂપતાને કારણે જે માનવીની નૈતિક જવાબદારી નકારવામાં આવતી ન હોય તે નિતિક કાર્યો અને તેનાં નૈતિક પરિણમને વિશેની એકરૂપતા, નૈતિક જવાબદારીના નકાર માટે આધાર શી રીતે ની શકે ? ધર્મ 6