________________ દૈહિક વાસનાઓના સંતેષ પાછળ ભમે છે. પરંતુ, એનું અંતિમ લક્ષ્ય તો બ્રહ્મ સાથે એકરૂપતા પામવાનું હોવાથી જ્યાં સુધી જીવાત્મા દુન્યવી વસ્તુઓમાં ઓતપ્રોત થયેલું રહે છે ત્યાં સુધી એને જીવન–પુનઃજીવનના ચક્કરમાં ફસાયેલા રહી પુન:જીવન પામવું પડે છે. પુનર્જનમનો આ આધાર છે. જ્યાં સુધી અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થાય નહિ ત્યાં સુધી જન્મોજન્મના ચક્રમાંથી જીવાત્માને છૂટકારે થતું નથી. પુનર્જન્મના સ્વીકારને આ તાવિક પાયો છે. , કર્મને ખ્યાલ : પુનર્જનમના સિદ્ધાંતની સાથે, એક રીતે જોતા, કર્મનો સિદ્ધાંત સંકળાયેલ છે. એક જન્મ અને બીજા જન્મ વચ્ચેની સાંકળ કર્મને સિદ્ધાંત પૂરી પાડે છે. આ અર્થમાં કર્મનો સિદ્ધાંત પુનજીવનનું નિયંત્રણ કરે છે. આપણે આગળ જોયું કે જીવાત્માનું ઘડતર જ એવું છે કે એનાથી પ્રવૃત્તિ વિના રહી શકાય નહિ, અને જ્યાં સુધી પ્રવૃત્તિ થતી રહે ત્યાં સુધી એનાં સારાં અને માઠાં પરિણમે નીપજવાનાં જ. આમ, સારાં-નરસાં કાર્યોના નીપજતાં સારાંમાઠાં પરિણામેનું ગાયટન વ્યક્તિએ કરવાનું રહ્યું. સૃષ્ટિમાં પ્રવર્તમાન નૈતિક નિયમનું આધિપત્ય ત્યારે જ સંપૂર્ણ ગણાય જ્યારે કર્મના પરિણામો ભોગવટો માત્ર મૃત્યુની ઘટનાથી જ પૂરે ન થાય. સૃષ્ટિનું સર્જન જે દેવી સર્વસત્તાથી થયું હોય, અને સૃષ્ટિને નૈતિક નિયમ પણ એ જ દૈવીતત્વની દેણગી હોય, તે એ સહજ છે કે મૃત્યુ નૈતિક કાયદાના આધિપત્યને ઉથાપી શકે નહિ, એટલું જ નહિ પણ, અંતિમ સત્યસ્વરૂપ બ્રહ્મમય હોય, તે બ્રહ્મલીનતાની આડે નૈતિક કાયદો શી રીતે આવી શકે? આમાંથી બે બાબતો સ્પષ્ટ થાય છે : એક, જીવાત્માનું અંતિમ લક્ષ્ય બ્રહ્મત્વ પામવાનું છે. બીજું, તે પામવાને માટે જીવાત્માએ નૈતિક કાનૂનને આધીન રહી કર્મોનું ભોગાયટન પૂરું કરવાનું છે. હિંદુધર્મમાં ત્રણ પ્રકારના કર્મો રવીકારવામાં આવ્યા છે : અ, પ્રારબ્ધ કર્મ : એવા કર્મો કે જેનાં ફળનું ભોગાયટન આ જીવનમાં શરૂ થઈ ચૂક્યું છે. બ. સંચિત કર્મ: પૂર્વજન્મનાં થયેલાં એવાં કર્મો જેમનાં પરિણામેનું ફળ ભોગવવાનું હજી બાકી છે. આ સંચિત કર્મો તરીકે ઓળખાય છે. કારણ કે આ કર્મોનું ફળ એકત્રિત થયેલું છે–સંચિત થયેલું છે. ક, સંચિમાન કર્મ : એવાં કર્મો જે આ જન્મમાં આપણે કરીએ છીએ