________________ 78 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રકાર ભિન્ન છે. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોને સામ્યવસ્તિસંપટ તે પ્રકૃતિ. પ્રકૃતિની સામ્યવસ્થાને જ્યાં સુધી ખલેલ પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી દેવિક મૂળ પ્રકૃતિની સામ્યવસ્થા હાલે છે અને સત્વ, રજસ અને તમસનું સામંજસ્ય (Equilibrium) ખળભળી ઊઠે છે અને એમાંથી સૃષ્ટિનું સર્જન નિર્માણ થાય છે. એ નિર્માણને ક્રમ નીચે મુજબને હોય છે. પુરુષ - પ્રકૃતિ મહતુ અથવા બુદ્ધિ અહંકાર જ્યારે રજસનું વર્ચસ્વ હોય જ્યારે સવગુણનું ' વર્ચસ્વ હોય જ્યારે તેમનું વર્ચસ્વ હોય મનસ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ તન્માત્રા પાંચ મહાભૂત આમ, સાંખ્ય મતાનુસાર સૃષ્ટિનું સર્જન ઉપર આપેલ પચીસ તને આધારે છે. ઇ, પુનર્જન્મને ખ્યાલ: આપણે આગળ જોયું કે આત્માને હિંદુધર્મ અનંત તરીકે સ્વીકારે છે અને એનું સ્વરૂપ દેવી છે એમ પણ સ્વીકારે છે. જેમ વિરાટ અગ્નિમાંથી ઉઠેલ એક તણખો પણ હકીકતમાં અગ્નિ જ છે, પરંતુ એનું એ સ્વરૂપ સામાન્યરૂપે પ્રત્યક્ષ થતું નથી, સિવાય કે એ તણખો ઘાસની ગંજી પર જઈ પડે અને એમાંથી અગ્નિ પ્રગટે. એ જ પ્રમાણે બ્રહ્મમાંથી ઉપસ્થિત થયેલ પ્રત્યેક જીવ દિવ્ય અને અનંત સ્વરૂપને છે અને એનું એ સ્વરૂપ ખરેખર ત્યારે જ સમજાય કે જ્યારે એને સમાગમ યોગ્ય આત્મા સાથે થાય છે. હકીક્તમાં આત્માનું જે સત્યસ્વરૂપ છે : એની સિદ્ધિ એને ન થાય ત્યાં સુધી આત્માનું પ્રયાણ ચાલુ જ રહે છે. જ્યાં સુધી જીવાત્મા અંધકારમાં સપડાયેલ છે ત્યાં સુધી ઈશ્વર સાથેનું એનું તાદાભ્ય એ પામી શકતા નથી. એથી એ જગતની વસ્તુઓની તૃષ્ણા રાખે છે અને પોતાની