________________ * 36 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આત્મા ભિન્ન છે. ખરી રીતે તે આથી આત્મા, દેહ અને મનનાં બંધનોથી પર છે અને એનાં કાર્યો ન હોવાને કારણે એનાં પરિણામો એને સ્પશી શકતાં નથી. પરંતુ આત્મા, જીવાત્માની અવસ્થામાં, પિતાનું તાત્વિક સ્વરૂપ વિસરીને, અજ્ઞાનતાના ભોગ બની, અજ્ઞાનતાપૂર્વક પિતાની જાતને એક દેહમનધારી વ્યક્તિ તરીકે સ્વીકારે છે, ત્યારે એ દેહ, ઈન્દ્રિય, બુદ્ધિ, મન વગેરે સર્વ મર્યાદામાં પિતાની જાતને મૂકે છે. જેમ જેમ માનવી ભૌતિક અને દુન્યવી જીવનમાં એકરૂપ બનતા જાય તેમ તેમ તે પિતાના સત્ય સ્વરૂપથી વિમુખ થતા જાય છે. પિતાનું સત્ય સ્વરૂપ પામવાને માટે એણે ધર્મમય જીવનના માર્ગને આધાર લેવો પડે છે. એ માર્ગે પ્રયાણ કરીને આગળ સૂચવાયેલા ઈશ્વરપ્રાપ્તિના વિવિધ માર્ગોમાંથી પિતાને અનુકૂળ એવા માર્ગે પ્રયાણ કરી વ્યક્તિ જ્યારે સમાધિવસ્થામાં ઈશ્વર સાથે તાદાસ્ય અનુભવે છે ત્યારે એને “રવ' રવરૂપનું જ્ઞાન થાય છે. આ એક અલૌકિક - આધ્યાત્મિક અનુભવ છે, જ્યાં વ્યક્તિ સર્વાગ સ્વચ્છ અસ્તિત્વ, ચેતન અને આનંદને આવિષ્કાર પામે છે, અને સચ્ચિદાનંદને અનુભવ પ્રાપ્ત કરે છે. હિંદુધર્મને પ્રયાસ દૈહિક વ્યક્તિને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે ઓળખવાના એક ભાગ તરીકે રહ્યો છે. 1. સૃષ્ટિને ખ્યાલ : હિંદુધર્મમાં સૃષ્ટિને માટે વપરાતા શબ્દ “બ્રહ્માંડ” ઘણે સૂચક છે. વ્યુત્પત્તિની દષ્ટિએ “બ્રહ્માંડ” એટલે બ્રહ્મનું ઈ. આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્મનમાંથી થઈ છે એમ હિંદુધર્મ માને છે. આવી એક નહિ પણ અનેક સૃષ્ટિનું સર્જન બ્રહ્માંડને હાથે થાય છે. જે બ્રહ્માંડમાં આપણે જીવીએ છીએ એ તે આવાં અનેક બ્રહ્માંડો પૈકીનું એક બ્રહ્માંડ છે. બ્રહ્માંડના સાત રતો અથવા તો સાતક વર્ણવવામાં આવ્યાં છે અને એ જ રીતે પૃથ્વીની નીચે પણ સાત પ્રદેશે સ્વીકારવામાં આવ્યા છે. - અ. સાતલોક : 1. ભુરલેક, પૃથ્વી. 2. ભવરલેકઃ પૃથ્વીની ઉપર વિતરેલું આકાશ અને એની સાથે, સૂર્ય, તારાઓ, ગ્રહો વગેરે. 3. રવર્લેક, પ્રથમ સ્વ. 4. મહર્લેક, દ્વિતીય સ્વર્ગ.