________________ 80 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. અને એનાં પરિણામોની અસર ક્યાં તે આપણને આ જન્મમાં ભેગવવા મળે છે અથવા તે હવે પછીના જન્મ કે જન્મમાં ભોગવવા મળે. આ ત્રણ પ્રકારના કર્મોથી એ જોઈ શકાશે કે એક જન્મના સંચિમાન કર્મ માંથી જેનાં પરિણામ ભોગવી લેવાયાં એ પૂરાં થયાં. પરંતુ એમાંનાં એવાં કર્મો જેમનાં પરિણામે મૃત્યુ સમય સુધીમાં ભગવાયાં નથી તે બીજા જન્મમાં પ્રારબ્ધ. કર્મ કે સંચિત કર્મમાં સ્થાન પામે છે. આમ, પ્રત્યેક જીવાત્મા પોતાના જીવનને શરૂઆતને તબક્કે પિતાના તત્કાળ પૂર્વજન્મના અને તે પહેલાંના પૂર્વજન્મનાં કર્મોના વણભગવેલાં પરિણામોના સંપટથી પિતાનું જીવન શરૂ કરે છે. જીવાત્માના. વિવિધ જન્મોની વચ્ચે કર્મનો સિદ્ધાંત એક સાંકળ સમાન છે. જો આપણે જીવાત્માના વિવિધ જન્મને એક મણકા તરીકે સ્વીકારીએ તો એમ કહી શકાય કે, જેમ દેરી. મણકાને સાંકળે છે અને તેમને હારનું એકત્વ અર્પે છે, તેમ કર્મને સિદ્ધાંત છવા. ભાના વિવિધ જન્મોને સાંકળીને તેમાં પ્રવર્તતું એક પ્રકારનું એકત્વ અને સાતત્ય રજૂ કરે છે. આ દષ્ટિએ વિચારતા આપણને એ સમજાશે કે કર્મને સિદ્ધાંત એક એવા. વૈજ્ઞાનિક પાયા પર આધારિત છે કે સૃષ્ટિમાંથી કદીયે કંઈ નાશ પામતું નથી, કરેલાં કર્મોની અસર લુપ્ત થતી નથી, તેમ જ જગતમાં વિનાપ્રયોજન કે વિનાકારણ કદીયે કંઈ જ બનતું નથી. આજે જે કંઈ બને છે તેનું કારણ એના તત્કાલીન ભૂતકાળમાં કે દૂરગામી ભૂતકાળમાં અસ્તિત્વમાન છે. આમ, વર્તમાનની પ્રત્યેક પળ ભૂતકાળમાં થયેલા કર્મોએ નિર્ણત કરેલી છે, અને ભવિષ્યની પ્રત્યેક પળ ચાલુ જીવનની પ્રત્યેક પળે પળે નિર્ણત થતી રહે છે કર્મને સિદ્ધાંત વ્યક્તિના જીવન અને એના ભવિષ્યને ઘડનાર અને સમજાવનાર સિદ્ધાંત હોવા ઉપરાંત, એ સૃષ્ટિમાં પ્રવર્તમાન વ્યવસ્થા અને ક્રમબદ્ધતાની સાથે સુસંગત છે. ' આથી વિશેષ કર્મનો સિદ્ધાંત એક મહત્વનું સત્ય પ્રતિપાદિત કરે છે. માનવી પિતે જ પિતાના ભાવિને ઘડવૈયો છે. પ્રત્યેક માનવી આજે જે છે–સુખી કે દુઃખી, અમીર કે ગરીબ, બુદ્ધિમાન કે બુદ્ધિહીન, યોગ્ય સ્થાને આરૂઢ થયેલ કે સ્થાનભ્રષ્ટ થયેલ–એ બધું જ પિતાને કારણે છે. કારણ કે આ બધું એણે પિતાના અત્યારના અને સર્વ પૂર્વજન્મમાં જે કંઈ કર્મો કર્યા છે એ બધાંનાં પરિણામોની સંયુક્ત અસર સમાન છે અને એ જ રીતે માનવી પિતાના ભવિષ્ય જીવનનું ઘડતર. પિતાના વર્તમાન-જીવનને આધારે કરી રહ્યો છે. કર્મના સિદ્ધાંતને અંગે હિંદુધર્મ જે એક મહત્ત્વની વાત કરે છે તે એ કે,. એનું આધિપત્ય માત્ર એ પ્રકારનાં કર્મો પર જ વિસ્તરે છે, જે કમે કેઈક નિશ્ચિત