________________ હિંદુધર્મ 5. જનક, તૃતીય સ્વર્ગ 6. તપિલેક, ચતુર્થ સ્વર્ગ. 7. સત્યલોક, પંચમ્ વર્ગ બ, પેટાળના વર્ગો : પેટાળના પણ સાત વર્ગો છે. * 1. અતલ 2. વિતલ 3. સુતલ 4. રસાતલ 5. તલાતલ 6. મહાતલ 7. પાતાલ સૃષ્ટિ વિશેને મહત્ત્વને પ્રશ્ન એ છે કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે કે સૃષ્ટિ એ બ્રહ્માને આવિર્ભાવ (Projection) છે? સર્જનના ખ્યાલમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. એક, જેનું સર્જન થયું છે તે વસ્તુ; બે, જેણે સર્જન ક્યું છે તે સક; ત્રણ, જેનામાંથી સર્જન થયું છે તે કારણ. સર્જનને માટે સર્જક ઉપરાંત જે વસ્તુમાંથી સર્જન કરવાનું છે તેને પણ સ્વીકાર કરવામાં આવે તે તેટલે અંશે સર્જક મર્યાદિત બને છે. જે એમ કહેવામાં આવે કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે તો એ સર્જન શેમાંથી કર્યું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વળી, સૃષ્ટિ સર્જન પૂર્વે આ સૃષ્ટિ અતિવ-વિહેણ હતી કે કેમ એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. આ બધા પ્રશ્નોને તેડ હિંદુધર્મ સૃષ્ટિના સર્જનને વિચાર તરછોડી સૃષ્ટિને બ્રહ્મના આવિર્ભાવ તરીકે લેખે છે. શુન્યમાંથી સર્જનમાં હિંદુધર્મ માનતા નથી અને એથી જ, પિતાની શક્તિ વડે, બ્રહ્મ પિત, સૃષ્ટિમાં આવિર્ભાવિત થાય છે, અને એ જ સૃષ્ટિને નિભાવે છે, તેમ જ એને સંકેલી લે છે. આ આવિર્ભાવ અથવા સર્જન, સંચાલન અને સંકેલીકરણની પ્રક્રિયા લગાતાર ચાલુ રહે છે. આથી સૃષ્ટિક્રમના આદિ કે અંત વિશે આપણે કંઈ જ કહી શકતા નથી. સાંખ્યમત : સૃષ્ટિના સર્જન વિશે સાંખ્ય મત જદો મત રજૂ કરે છે. આ મતાનુસાર પુરુષ અને પ્રકૃતિ નામક બે તો અરિતત્વ ધરાવે છે. બંને તના રવરૂપ અને .