________________ 72 ધર્મનું તુલનાત્મક અધ્યયન કઈ વર્ગમાં સમાવી જ ન શકાય કે પ્રશ્નોનું આ વિભાગીકરણ સંપૂર્ણ છે એવો દાવો નથી. . તાત્ત્વિક બંધ જ ઈશ્વરને ખ્યાલ : હિંદુધર્મના ઈશ્વરના ખ્યાલની વિચારણા કરીએ ત્યારે સૌપ્રથમ હિંદુધર્મ એકેશ્વરવાદી કે અનેકેશ્વરવાદી છે એની વિચારણા કરી લઈએ. વેદમાં અનેક દેવોને ઉલ્લેખ કરવામાં આવ્યું છે પરંતુ સાથે જ અન્વેદમાં એમ પણ કહેવાયું છે કે એક જ સાર્વત્રિક શક્તિનાં વિવિધ સ્વરૂપોને વિવિધ દેવદેવીઓનાં નામોથી ઓળખાવવાનો પ્રયાસ થાય છે. સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે હિંદુધર્મ અનેકેશ્વરવાદી છે. પરંતુ સ્વરૂપને "Henotheistic' તરીકે વર્ણવ્યું છે. વેદમાં રવીકારાયેલ વિવિધ દેવદેવીઓની આરાધના કરતી વખતે કે એમની પૂજા કરતી વખતે એ પ્રત્યેક સાર્વત્રિક દેવ હોય એવી ઉચ્ચ કક્ષા એમને અર્પવામાં આવે છે. - હિંદુધર્મની વિશેષતા એ છે કે એ એક ઈશ્વરને સ્વીકારે છે એટલું જ નહિ, એ ઈશ્વર જ સર્વ છે એમ પણ રવીકારે છે. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદી ધર્મો તરીકે ઓળખાય છે. એ ત્રણે ધર્મો એક ઈશ્વરનો રવીકાર કરે છે. પરંતુ તેઓ એક કરતાં વધુ સત્તાના અસ્તિત્વનો સ્વીકાર પણ કરે છે. આમ, તેઓ ઈશ્વર, જીવ અને જગતને ત્રણ સત્તા તરીકે સ્વીકારે છે અને જીવ કે જગતને ઈશ્વરના અંગ કે અંશ તરીકે સ્વીકારતા નથી. હિંદુધર્મની દૃષ્ટિએ ઈશ્વર એ જ માત્ર એક સત્તા છે અને એથી ઈવશ્વ પોતે જ સૃષ્ટિ તરીકે અને વ્યક્તિ તરીકે આવિર્ભાવ પામે છે અને છતાં સૃષ્ટિ અને જીવની સમગ્રતામાં ઈશ્વરનો લોપ થતો નથી. ઈશ્વર સૃષ્ટિ પર (Transcendent) અને સૃષ્ટિ વ્યાપ્ત (Immanent) બંને છે. ત્રિવિધ શક્તિને કેટલીક વેળા માયા કે પ્રકૃતિ તરીકે પણ ઓળખાવાય છે. કેટલાક લેખકે આનો ઉલ્લેખ ત્રીમૂર્તિ તરીકે પણ કરે છે. આ બધા પરથી ઈશ્વર એ 9. 164-9