________________ LO ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ચેતનાની સપાટીએ લાવીને એના વિશેષ આધ્યાત્મિક ઉત્કર્ષ માટે માર્ગ ચીંધે છે. આમ, દૈહિકજીવનનાં બંધને અને એને કારણે ઉપસ્થિત થતાં દુઃખોની ઉપરવટ જવાને ધર્મ એક માર્ગ બને છે. ધર્મના આ માર્ગે પ્રયાણ કરી વ્યક્તિ એ અવરથાને પ્રાપ્ત કરે છે, જેને સામાન્ય રીતે મુક્તાવરથા તરીકે ઓળખાવવામાં આવે છે. કેટલાક ધર્મોને માટે આ અવસ્થા દુઃખની સમાપ્તિમાં પરિપૂર્ણ થાય છે, કેટલાકને માટે આ અવસ્થા દૈહિક જરૂરિયાતના શમનમાં સમાપ્ત થાય છે, કેટલાકને. માટે ઈશ્વરના આદેશનું પાલન કરવામાં જ આ અવસ્થા સમાયેલી છે. હિંદુધર્મ માટે મુક્તાવસ્થા એ જીવની એવી અવસ્થા છે, જ્યારે એ સૃષ્ટિમાં જીવતા હોવા છતાં એ સૃષ્ટિને જીવ નથી, એનું સંમિલન આધ્યાત્મિક ત સાથે થયેલું હોય છે. હિંદુધર્મનું અંતિમ લક્ષ્ય પરમતત્વ સાથેનું સંમિલન, તેની સાથે જીવની તાદામ્યતા, જીવ-બ્રહ્મની એકરૂપતામાં સમાય છે. આ અંતિમ અવસ્થાની પ્રાપ્તિ માટે હિંદુધમે જે માર્ગો પ્રજ્યા છે એ માનવમનના મનોવૈજ્ઞાનિક વિભાગીકરણ પર આધારિત છે. આ દૃષ્ટિએ હિંદુધર્મ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનગના વિવિધ માર્ગો ઉપરાંત ધ્યાનયોગ અને છેવટે શ્રી અરવિંદે પ્રબોધેલ પૂર્ણાગના વિવિધ માર્ગો સૂચવે છે. આમ, આપણે એ જોઈ શકીશું કે હિંદુધર્મનું હાર્દ સૃષ્ટિના પરમતત્ત્વ તરીકે એક આધ્યાત્મિક સત્યના રવીકારમાં અને એ સત્યની પ્રાપ્તિના માર્ગના આજનમાં રહેલું છે. 6. હિંદુધર્મના કેટલાક સિદ્ધાંત - કાળના વિકતૃત ફલક પર પ્રસરેલા અને પલટાયેલા હિંદુધર્મના હાર્દની આપણે રજૂઆત કરી. પરંતુ હિંદુધર્મનું ખરું સ્વરૂપ સમજી શકાય એ માટે એના મહત્વના સિદ્ધાંતની અહીંયાં રજૂઆત કરીએ. ખરી રીતે તે કંઈપણ. ધર્મના અભ્યાસ માટે એના સિદ્ધાંત સમજવા જરૂરી બને છે; હિંદુધર્મના આવા કેટલાક સિદ્ધાંતની આપણે હવે વિચારણા હાથ ધરીશું. ઈશ્વરને ખ્યાલ 3. જીવને ખ્યાલ જ. સૃષ્ટિનો ખ્યાલ 5. પુનર્જન્મનો ખ્યાલ 2. કમને ખ્યાલ છે. મુક્તિને ખ્યાલ