________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન એને દૂર કરવાને સ્વામી દયાનંદને પ્રયાસ હતો. આમાં મુખ્યત્વે કરીને હિંદુધર્મમાં પ્રવેશેલ મૂર્તિપૂજા અને વર્ણવ્યવસ્થા અંગે એમણે સબળ વિરોધ કર્યો. બ્રહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજને મુકાબલે આર્યસમાજ હિંદુધર્મ પુનરુત્થાનનું કાર્ય નિરાળી રીતે કરવા પ્રયત્નશીલ છે તે અહીંયાં રજૂ કરેલી ટૂંકી હકીકતો પરથી સ્પષ્ટ થઈ શકશે. થ, મહાત્મા ગાંધી (ઈ.સ. 1948): રાજકીયક્ષેત્રે ભારતને નેતાગીરી અપ રાષ્ટ્રને રાજકીય સાર્વભૌમત્વ અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દૃષ્ટિ રાજકીય સાર્વભૌમત્વ પૂરતી જ મર્યાદિત ન હતી. વ્યક્તિગત સાર્વભૌમત્વ અને સમાજનું ધાર્મિક સાર્વભૌમત્વ એમને મન મહત્ત્વના હતા. જીવનને પાય અને કેન્દ્ર ધર્મ છે એમ એમણે નિઃશંપૂણે. સ્વીકાર્યું અને સાથે જ વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ઘડતર એ દૃષ્ટિ અનુસાર જ થઈ શકે એમ એમણે શીખવ્યું. આ વિશાળ દૃષ્ટિની ફલમાં હિંદુધર્મના ખોટાં સ્વરૂપે સ્વીકાર્ય ન બની શકે એ સાવ સ્વાભાવિક છે અને એથી ગાંધીજીએ ધાર્મિક તેમ જ સામાજિક ક્ષેત્રમાં અનેક સુધારાઓ સૂચવ્યા, કર્યા અને કરાવડાવ્યા. ગાંધીજીના વિચારોમાંથી કઈ સમન્વયકારી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે એની ચર્ચા અન્યત્ર કરીશું. ધર્મસુધારણાના હિંદુધર્મના ઈતિહાસમાં કરવામાં આવેલા વિવિધ સર્વ પ્રયાસને અહીંયાં સમાવેશ કર્યો છે એવો દાવો નથી. જે પ્રયાસોને અહીંયાં સમાવવામાં આવ્યા નથી એવા કેટલાકને ધર્મસુધારણાના નહિ પરંતુ ધર્મપ્રચારના. પ્રયાસો તરીકે લેખી શકાય. આના અનુસંધાનમાં રવામીનારાયણ “સંપ્રદાયને ટાંકી શકાય. આ બધા પ્રયાસોનું પરિણામ શું ? એ તે સ્પષ્ટ થશે કે જે ધર્મમાં સતત વિચારણા ચાલી રહી હોય, અને જ્યાં મતભેદ ઉપસ્થિત થતા હોય, એમાંથી કોઈ સમન્વય સાધવાના પ્રયત્નો થતા હોય, એ ધર્મ ગતિશીલ ધર્મ રહે છે એમ તે. જરૂર કહી શકાય. કદાચિત આ જ કારણથી હિંદુધર્મ જગતને સૌથી જૂનો ધર્મ હોવા છતાં આટલાં વર્ષોથી ટકી રહ્યો છે અને આધુનિક સમાજના કેટલાક પ્રશ્નોના ઉકેલરૂપ રહ્યો છે. એક વહેતા પ્રવાહમાં બીજો પ્રવાહ મળે ત્યારે પ્રવાહના પાણીને રંગ ઘડીભર પલ્ટાય, તેમ હિંદુધર્મને રંગ કદીક કદીક પલટાયેલું જોવા મળે છે ખરે...