________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ગ, તુલસીદાસ (ઈ. સ. 1532-632) : હિંદુ પુરાણમાં રામાયણ અને મહાભારતનું સ્થાન અનોખું છે. તુલસીદાસ પિતે રામભક્ત હતા અને રામની કથા ઘેર ઘેર પહોંચે એ માટે એમણે વાલ્મીકિ કૃત રામાયણને હિંદી ભાષાદેહ આપે. તેને તુલસી રામાયણ તરીકે ભારતની આમજનતાએ સ્વીકાર કર્યો. મહાવીર અને બુદ્ધ, હિંદુધર્મ સામે જે અસંતોષ વ્યક્ત કરેલે કે તેનાં શાસ્ત્ર સંસ્કૃત ભાષામાં લખાયેલા હોઈ લેકભોગ્ય નથી તે જ પરિણામ તેમણે પોતે અનુક્રમે પ્રાકૃત અને પાલી ભાષામાં આપેલ ધર્મગ્રંથ વિશે પણ આવ્યું. કારણ કે, એ ભાષા પણ લે ગ્ય રહી નહીં. તુલસીદાસે બધા ધર્મગ્રંથમાંથી રામાયણની પસંદગી કરી તેને હિંદદેહ આપી એને આમજનતા સુધી પહોંચાડી લોકભોગ્ય બનાવ્યું. નિરક્ષર એવા અનેક લોકો પણ તુલસીકૃત રામાયણની પાઈબલવા લાગ્યા. પ્રજાના ઘડતરમાં, એમના સંગઠનમાં, એમનામાં એકત્વની ભાવના સંચિત કરવામાં યોગ્ય ભાષામાં યોગ્ય રીતે રજૂ થયેલ ધર્મગ્રંથ કેટલું મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે એનું તુલસીકૃત રામાયણ એક જીવંત ઉદાહરણ છે. શ, દાદુ (ઈ. સ. 1600) : નાનક અને કબીરની જેમ દાદુએ પણ એકેશ્વરવાદને પ્રાધાન્ય આપ્યું. પરંતુ એમણે મુખ્યત્વે કરીને ઈશ્વર અને એના અવતારે અંગેની સવિશેષ ચર્ચા કરી. એમના વક્તવ્ય પર આધારિત દાદુપંથ નામને એક સંપ્રદાય હિંદુધર્મમાં સ્થાન ધરાવે છે. 4. આધુનિક સુધારાવાદી પ્રયાસ : હિંદુધર્મ એ કેટલે ચેતનવંત અને જીવંત છે, તેમ જ એના સ્વરૂપનું વિશ્લેષણ જુદે જુદે કાળે શી રીતે થતું રહ્યું છે, અને એને પરિણામે એમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે એને, આગળ રજૂ કરેલી વિગતો પરથી, ખ્યાલ આવી શકશે. પરંતુ, આવા પ્રયાસ અવિરતપણે ચાલુ જ રહ્યા છે. અહીંયાં આપણે આધુનિક સમયમાં થયેલા આવા પ્રયાસને એકસાથે સાંકળવાનો પ્રયાસ કરીએ. જ રાજા રામમોહન રાય (ઈ.સ. 1928) : રાજા રામમોહન રાય બંગાળના એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. ઉપનિષદનું અંગ્રેજીમાં સર્વપ્રથમ ભાષાંતર એમણે કર્યું અને પૂર્વની વિદ્વતા અને વિચાર