________________ 65 હિંદુધર્મ રામાનુજ (ઈ. સ. 1200) : , રામાનુજને જન્મ એક બ્રાહ્મણને ઘેર થયો હતો. ઉપનિષદ અને શ્રીમભગવદ્ગીતા ઉપર રામાનુજે ભાષ્ય લખ્યા છે. રામાનુજ પોતે વર્ણાશ્રમની વિરુદ્ધ હતા અને એથી એમણે એમનું વક્તવ્ય બધા જ હિંદુઓ સમક્ષ રજૂ કર્યું. શંકરાચાર્યના પરબ્રહ્મ-નિરીશ્વરવાદની સામે રામાનુજાચાર્યે એ મત પ્રચલિત કર્યો કે ઈશ્વરને એક દૈવી શરીર છે. આમ, રામાનુજાચાર્યને મત વિશિષ્ટાદ્વૈત તરીકે ઓળખાવા લાગે. 0 ગુરુ નાનક (ઈ. સ. 1469-1538) : નાનકને જન્મ એક હિંદુ વૈશ્યને ત્યાં થયો હતો. તેમને ઉછેર હિંદુધર્મમાં થયેલ હોવા છતાં એમના વિચાર અને જીવન પર ઇરલામની અસર જોવા મળે છે. આથી એમણે એમ શીખવ્યું કે પ્રભુ માત્ર એક જ છે અને એથી હિંદુ અને મુસલમાનને ઈશ્વર અલગ અલગ ન હોઈ શકે. આમ, ઈશ્વર-એકત્વના બધમાંથી શીખધર્મ ઉત્પન્ન થયો. 4 ચિતન્ય (ઈ. સ. 1485-1527) : ચેતન્ય જન્મે હિંદુ વૈષ્ણવ હતા. તેઓ હિંદુધર્મના વર્ણાશ્રમના ખ્યાલની વિરુદ્ધ હતા અને એમ માનતા કે ઈશ્વરની સમક્ષ બધા જ મનુષ્ય સરખા છે. પરંતુ આ પ્રકારની સર્વ સમાનતા પ્રબોધવા ઉપરાંત એમણે એ પણ શીખવ્યું કે ભક્તિ એ જ માત્ર ઈશ્વરપ્રાપ્તિનો એક ભાગ છે. પિતે સામાજિક સુધારા પણ સૂચવ્યા અને એમાં મુખ્યત્વે વિધવાવિવાહનો પ્રચાર કર્યો. આજે, જ્યારે એક સામાન્ય હિંદુ આ વિચાર પ્રત્યે અણગમ ધરાવે છે, ત્યારે આજથી 500 વર્ષ પૂર્વે ચેતજે આ વિચાર રજૂ કર્યો, તેથી તેઓ કેટલા સુધારાવાદી હશે એની કલ્પના કરવી શક્ય છે. છે. કબીર (ઈ. સ. 1488 થી 1512) : કબીર પતે રહસ્યવાદી કવિ હતા. એક રહસ્યવાદી તરીકે ઈશ્વર સાથે તાદાત્મભર્યું જીવન એમણે પ્રબોધ્યું. એમના ઘણાંખરાં કાવ્ય શીખધર્મના ધર્મગ્રંથ “ગ્રંથસાહેબ'માં સ્થાન પામ્યા છે. રીતરિવાજ અને રૂઢિને બાજુએ રાખી, બાહ્યાચારને તરછોડી ઈશ્વર તલ્લીનતા અને ઈશ્વરમયતાના માર્ગનું સૂચન કબીરે કર્યું. એમને નામે કબીરપંથ નામની એક અલાયદી ધર્મ શાખા હિંદુધર્મમાં સ્થાન ધરાવે છે. ધર્મ 5