________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન સમરાંગણમાં બે વિરોધી પક્ષે ખેલાતા યુદ્ધમાં પ્રત્યેક પક્ષને સૈનિક બીજા પક્ષનાં સૈનિક અને શસ્ત્રોને સંહાર કરવાને હંમેશા તત્પર રહે છે. એની આ ફરજનું પાલન કરતી વખતે એ નથી જાણતું કે વિજય એના પક્ષને થશે કે સામા પક્ષને. એ, એ પણ જાણતા નથી કે વિજય કે વિનાશ આવે ત્યારે પોતે એમાં હિરસાદાર થશે કે કેમ ? માત્ર ફરજના ખ્યાલથી પ્રેરાઈને, પરિણામની પરવા કર્યા વિના, સતત કાર્યરત રહેવાનું સૈનિક સિવાયનું બીજ સચોટ ઉદાહરણ ક્યાં મળે? આથી જ કદાચ ગીતાને મહત્ત્વને બંધ રણમેદાનમાં અપાય છે. " ફલરહિત કર્તવ્યના આદેશ આપવા ઉપરાંત ગીતા ઈશ્વરના સ્વરૂપ વિશે અને આત્માના સ્વરૂપ વિશે પણ સ્પષ્ટ રજૂઆત કરે છે. ગીતાકાર કહે છે: “મારે વાસ સ્વર્ગમાંય નથી તેમ જ ગીના હૃદયમાં પણ નથી, પરંતુ જ્યાં જ્યાં મારા ભક્તો અનુરાગ વડે મારું ગીત ગાય છે ત્યાં હું છું ? એ જ પ્રમાણે આત્માના સ્વરૂપ વિશે ગીતાકાર કહે છે: “કોઈપણ માનવી કોઈને હણ નથી તેમ જ કદાપિ કેઈથી હણાતું નથી. આત્મા પિતે કદી પણ જન્મતો નથી અને કદીયે મૃત્યુ પામતું નથી. કોઈપણુ શસ્ત્રો એને સંહાર કરી - શકતા નથી તેમ જ અગ્નિ એને બાળી શકતું નથી, પાણી અને ભીંજવી શકતું નથી તેમ જ પવન એને સૂકવી શકે એમ નથી.૩ ઈશ્વર પિતે એના ભક્તો જ્યાં એનું ગાણું ગાય ત્યાં પ્રત્યક્ષ હાઈ, ભક્તના આત્માનું સ્વરૂપ રજૂ કરી ભક્તની પડખે પિતે સદાયને માટે રહે છે એ સૂચવતા ગીતાકાર કહે છે : ન્યાયીને સહાય કરવા, નિષ્ફરને સંહાર કરવા અને ધર્મની પુનઃ સ્થાપના માટે હું અવતાર ધારણ કરું છું આમ, એ જોઈ શકાશે કે આ કાળનું હિંદુધર્મનું સ્વરૂપ મુખ્યત્વે ભક્તિમય છે. અનન્યભાવે ઈશ્વરની ભક્તિ દ્વારા એની સાથે તાદાભ્ય સિદ્ધ કરવાની એકમાત્ર લગની, એના દ્વારા કર્તવ્યપાલનના અપાયેલ આદેશનું ફલપ્રાપ્તિની ઈચ્છા વિનાનું સંપૂર્ણ પાલન એ આ કાળના ધર્મનું હાર્દ રહ્યું છે. પ્રત્યેક ધર્મમાં ભક્તિને અંશ અનિવાર્યપણે અવલોકવામાં આવે છે. વ્યક્તિ અને ઈશ્વર વચ્ચેનો ભેદ દવામાં ધર્મ જેટલે અંશે સફળ થાય, તેટલે જ અંશે 2. ભગવદ્ગીતા 9: 21, 31 3. એ જ 2:19-25 4. એ જ 4.8