________________ હિંદુધર્મ 61 વરૂપથી જુદું છે. વેદ અને બ્રાહ્મણોમાં બ્રહ્મને અર્થ પ્રાર્થનાશબ્દ કે શુદ્ધ જ્ઞાન તરીકે ઘટાવવામાં આવતું, પરંતુ ઉપનિષદમાં બ્રહ્મને અર્થ “સ્ત " તરીકે ઘટાવવામાં આવ્યો છે. આથી આ કાળના હિંદુધર્મનું સ્વરૂપ મુખ્યત્વે કરીને તાત્વિક રહ્યું છે. આના એક સાદા ઉદાહરણ તરીકે ઉપનિષદના બે મહાન વાકયોને ઉલ્લેખ કરી શકાય. ગુરુ શિષ્યને કહે છે “તત વાન્ –તું તે છે.” આ “તું” અને “તે 'નું માત્ર અસ્તિત્વ રજૂ કરે છે એટલું જ નહિ પરંતુ “તે બે' વચ્ચેની એકરૂપતા પ્રદર્શિત કરે છે. ઉપરાંત, તે બંનેનું સાચું સ્વરૂપ શું છે તે જાણવાનો શિષ્યને ઈશારો કરી એ દિશામાં એના પગરણ મંડાવો આપે છે. પિતાના અભ્યાસ, ચિંતન અને અનુભવને આધારે શિષ્ય એ બંને પદનો સંપૂર્ણ અર્થ સમજે છે અને જ્યારે તે ગુરુપદની ધાર્મિક અનુભૂતિ મેળવે છે ત્યારે શિષ્ય કહે છે : “બહું ત્રહ્માસ્ત્ર—હું બ્રહ્મ છું.’ - જ્ઞાન અને અનુભવની પ્રાપ્તિ માટેનું દિશાસૂચન એ ગુરુનું કર્તવ્ય, અને સૂચવાયેલી દિશામાં આગળ વધી અનુભવયુક્ત જ્ઞાનની પ્રાપ્તિ એ શિષ્યનું કર્તવ્ય.. હિંદુધર્મની વિકાસ કેડીએ ઉપનિષદોએ હંમેશા એને ગતિ આપી છે. ધ. સ્મૃતિ : અત્યાર સુધીના ધર્મનું સ્વરૂપ કયાં તે પ્રકૃતિ-પૂજા કે યજ્ઞવિધિ કે. તત્ત્વજ્ઞાન પ્રાપ્તિ હતું. તે આ કાળના હિંદુધર્મનું સ્વરૂપ મુખ્યત્વે નીતિમય છે આમાં ખાસ કરીને મનુસ્મૃતિ(ઈ. સ. પૂ. ૨૫૦)ને ઉલ્લેખ કરી શકાય. મૃતિમાં મુખ્યત્વે આચરણના પ્રશ્નોની ચર્ચા થયેલી જોવામાં આવે છે અને એની રજૂઆત આદેશ કે નિષેધના પ્રકારની હોય છે. એમાં કેટલીક વેળા વ્યવહાર, ત્યાગ અને પ્રાયશ્ચિત્ત જેવા પ્રશ્નો અંગે પણ નિર્દેશ થયો છે. મૃતિમાં ખાસ કરીને તે વ્યક્તિગત જીવનવ્યવરથા અને સામાજિક જીવનવ્યવસ્થાના સિદ્ધાંત તરીકે અનુક્રમે ચાર આશ્રમે અને ચાર વર્ણોની રજૂઆત થઈ છે. આ ઉપરાંત બ્રાહ્મણ વર્ગ, મંદિર, ખાનપાન, મૂર્તિપૂજા વગેરે વિવિધ વિષયો અંગે પણ ચર્ચા થઈ છે. ભગવદ્ગીતા : માનવજીવનમાં ત્યાગનું મહત્ત્વ ગીતાએ સુંદર રીતે આલેખ્યું છે. “તારી ફરજ કાર્ય કરવાની છે, એનું ફળ પ્રાપ્ત કરવાની નહિ ને આદેશ આપીને ગીતા માનવજીવનને એક ઊંચા સ્તરે મૂકે છે.