________________ હિંદુધર્મ 1, સામાન્ય : હિંદુધર્મને ઉપરછલ્લે અભ્યાસ કરનારા કેટલાક અવેલેકનકારે હિંદુધર્મને અંધમાન્યતાઓ, વિરોધાભાસ અને પૂર્વગ્રહના શંભુમેળા તરીકે વર્ણવે છે. એમની આવી માન્યતાનું એક કારણ એ છે કે હિંદુધર્મ કોઈપણ એક અવતાર કે પયગંબરની વાણી પર આધારિત નથી. પ્રત્યેક ધર્મની જેમ હિંદુધર્મ પણ. સવિશેષે સદાય વહેતા પ્રવાહ જે રહ્યો છે. કોઈ અવતાર કે પયગંબરનાં વચન પર આધારિત ન હોવાને કારણે એમાં અનેક વ્યક્તિઓએ સંત તરીકે, દષ્ટા તરીકે, સુધારક તરીકે, વિચારક તરીકે, તત્ત્વજ્ઞ તરીકે ફાળો આપ્યો છે. એમને આ ફાળે, માત્ર બૌદ્ધિક સ્તરે મળે છે એમ નથી, પરંતુ એ એમના નૈતિક અને ધાર્મિક અનુભવો પર પણ આધારિત છે. આવા વિવિધ અનુભવે, જે સાહિત્ય કૃતિઓમાં કંડારાયેલ પડયા છે તે, બધા જ હિંદુધર્મના આધાર સમા છે. આમાં નીચેનાનો સમાવેશ કરી શકાય ? વેદે, બ્રાહ્મણો, ઉપનિષદ, સ્મૃતિ, ગીતા, પુરાણો અને દર્શન. આમ છતાં, કેટલાક માત્ર વેદ આધારિત ધર્મને હિંદુધર્મ તરીકે ઓળખાવે છે અને એના રવરૂપની સ્પષ્ટતાને માટે એને “વૈદિકધર્મ” એવું નામ આપે છે. કેટલાક વિચારકે વેદ,. ઉપનિષદ અને ભગવદ્ગીતાને હિંદુધર્મના આધાર તરીકે રવીકારે છે અને એ ત્રણેને