________________ પ્રવેશક આપણે આગળ જોયું કે ધર્મની તુલનાત્મક અધ્યયનની પૂર્વતૈયારીરૂપે અમુક માનસિક વલણ અખત્યાર કરવા ઉપરાંત પ્રત્યેક ધર્મની જાણકારી પણ આવશ્યક છે. અહીંયાં આ વિભાગમાં આપણો પ્રયાસ પ્રત્યેક ધર્મ અંગે, બની શકે એટલી માહિતી પ્રાપ્ત કરવાનો રહેશે. કોઈપણ ધર્મના મૂલ્યાંકનની દૃષ્ટિએ ધર્મના ઉત્પત્તિકાળના સ્વરૂપના ખ્યાલ કરતાં તેના વિકસેલ સ્વરૂપને ખ્યાલ કરે અગત્યનો બને છે. આથી પ્રત્યેક ધર્મનું સ્વરૂપ યોગ્ય રીતે પામી શકાય અને તેના સિદ્ધાતિ, રૂઢિ તથા વ્યવહાર અંગે મૂલ્યાંકન થઈ શકે એ માટે આપણે પ્રત્યેક ધર્મના અતિહાસિક વિકાસની રજૂઆત કરવા પ્રયાસ કરીશું. આ ઉપરાંત આપણે વિભાગ એકમાં ઉપસ્થિત કરેલા કેટલાક પ્રશ્નો અંગે ઉલ્લેખ પણ જે તે ધર્મની રજૂઆત વેળા કરવાને પ્રયાસ કરીશું. જેથી ત્રીજા વિભાગમાં એ પ્રશ્નો અંગેની, વિવિધ ધર્મોને અનુલક્ષીને તુલનાત્મક સમીક્ષા થઈ શકે. આ ઉપરાંત જે તે ધર્મની ચર્ચા કરતી વખતે ધર્મના મહત્વનાં અંગે જેવાં કે ઈશ્વરને ખ્યાલ, માનવ-જીવનું સ્વરૂપ, સૃષ્ટિનું સ્વરૂપ, જીવાત્માનું અંતિમ લક્ષ્ય, જીવનેન્નતિના માર્ગો, નીતિ અને આચાર, પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, મુક્તિ અને શિક્ષા, મર્તત્વ અને અમરત્વ, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અનિષ્ટ, જીવ અને ઈશ્વરને સંબંધ, ઈશ્વર અને સૃષ્ટિને સંબંધ, કર્મ અને ન્યાય, યજ્ઞ અને ક્રિયાકાંડ, સમાજવ્યવરથા અને વ્યક્તિ-જીવનવ્યવસ્થા, પાપ અને પ્રાયશ્ચિત્ત, ધર્મવ્યવસ્થા, ધર્મસંપ્રદાય, અવતાર વગેરે વિવિધ પ્રશ્નોને આવરવાના રહેશે.