________________ 58 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ વિભાગમાં આપણે વિશ્વના પ્રવર્તમાન નીચેના અગિયાર ધર્મોની રજૂઆત કરીશું 1. હિંદુધર્મ 7. બૌદ્ધધર્મ 2. હિબ્રધર્મ 8. શિૉધર્મ 3. જરથુસ્તધર્મ 9. ખ્રિસ્તી ધર્મ 4. કન્ફયુશિયન ધર્મ 10. ઈસ્લામધર્મ 5. તાઓ ધર્મ 11. શીખ ધર્મ 6. જનધર્મ આ ઉપરાંત જગતના વિલીન થયેલા ધર્મોને સંક્ષિપ્ત ખ્યાલ આપવાને પણ પ્રયાસ કરીશું. આપણી પદ્ધતિ આ વિભાગમાં પ્રવર્તમાન ધર્મોની રજૂઆત કરતી વેળા નિષ્પક્ષ રીતે પ્રત્યેક ધર્મની રજૂઆત કરવાને આપણે પ્રયાસ રહેશે. પ્રત્યેક ધર્મને વિશે ઉપલબ્ધ સર્વ માહિતી આપવાનું શક્ય નથી તેમ જ જરૂરી પણ નથી. જે ધર્મ સાથે આ પુસ્તકને વાંચકવર્ગ વધુ પરિચિત હોવાનો સંભવ છે એમને લક્ષમાં રાખીને હિંદુધર્મની વિસ્તૃત વિચારણા એક નમૂનારૂપે કરીશું. હિંદુધર્મની એથીયે વિશેષ વિચારણું ઘણુય લેખકોએ કરી છે. આપણે પ્રયાસ તે. હિંદુધર્મનાં વિવિધ અંગોને સાંકળીને એની એક નમૂનારૂપ વિસ્તૃત રજૂઆત કરવાનું છે. પ્રત્યેક ધર્મની આવી રજુઆત, પુસ્તકની કદ-મર્યાદામાં રહીને કરવી શકય નથી. જો કે પ્રત્યેક ધર્મને માટે આવી અને એથીયે વિસ્તૃત રજૂઆત શકય છે. આપણે આગળ એ ખેંચ્યું છે કે ધર્મનું તુલનાત્મક અધ્યયન થઈ શકે એની એક પૂર્વશરત પ્રત્યેક ધર્મ વિશેની જાણકારી છે. આવી જાણકારી પ્રાપ્ત કરવાને આ વિભાગને પ્રયાસ છે. આમ છતાં, પ્રત્યેક ધર્મનાં વિવિધ અંગેની રજૂઆત કરતી વખતે અન્ય ધર્મોના એવાં સમાન કે વિપરીત અંગોને ઉલ્લેખ પણ કરીશું.. પરંતુ આ વિભાગમાં આવા ઉલેખથી વિશેષ પામી શકાય નહિ છતાં, આ પછીના ત્રીજા વિભાગમાં જે તુલનાત્મક વિચારણા હાથ ધરવાની છે એનાં સૂચન અને પૂર્વતૈયારી આવા ઉલ્લેખમાં થઈ રહે છે. આથી, આ વિભાગમાં હિંદુધર્મની વિસ્તૃત રજૂઆત કર્યા પછી, અન્ય ધર્મોની રજૂઆત વખતે, સંભવિત તુલનાને ખ્યાલ પામી શકાશે, તેમ જ એ માટેનું દૃષ્ટિબિંદુ પણ પ્રાપ્ત થશે. આ વિભાગની અગત્ય એમાં રહેલી છે.