________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન પ્રસ્થાનત્રયી તરીકે ઓળખાવે છે. હિંદુધર્મના વિકસેલ સ્વરૂપના ખ્યાલ મુજબ એક સામાન્ય મત એવે પ્રવર્તે છે કે ઉપર દર્શાવેલી બધી જ કૃતિઓ હિંદુધર્મના આધાર સમાન છે. 2. એતિહાસિક : રવેદ (ઈ. સ. પૂર્વે 2000) : વેદનો અર્થ થાય છે જ્ઞાન. આવા ચાર વેદ સ્વીકારાયા છે. 1. ઋગ્વદઃ આમાં વિવિધ ઋચાઓ અથવા પ્રાર્થનાઓ આપવામાં આવેલ છે. 2. યજુર્વેદઃ આ વેદમાં કેટલીક પવિત્ર રીતિઓ રજૂ કરવામાં આવી છે. 3. સામવેદ : આ વેદ મુખ્યત્વે કાવ્યમય છે. 4. અથર્વવેદઃ આ વેદમાં મુખ્યત્વે કરીને જાદુનાં વિવિધ સૂત્રે રજૂ થયેલ છે. સર્વ વેદમાં ઋવેદનું સ્થાન મહત્ત્વનું છે. એ વેદ સૌથી પુરાણો છે એટલા માટે જ નહિ, પરંતુ એમાં એક વિશિષ્ટ પ્રકારને ધર્મ આલેખાય છે એ માટે. ઋવેદની ઋચાઓ પેઢી-દરપેઢી પસાર થતી રહી છે. આ વેદના ધર્મમાં મુખ્યત્વે કરીને સૃષ્ટિ અથવા પ્રકૃતિ-પૂજાનો સમાવેશ થાય છે. સૂર્ય, ચંદ્ર, આકાશ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આત્મા વગેરે જેવાં 76 દ્રવ્યોની આ વેદમાં પ્રાર્થના કરવામાં આવી છે. આ જ વેદમાં ઇન્દ્રને વરસાદના દેવ તરીકે અને વરુણને આકાશના દેવ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ગાયત્રી મંત્ર દમાં અપાયેલ છે. આ કાળના ધર્મનું સ્વરૂપ મુખ્યત્વે પ્રકૃતિ-પૂજાનું રહ્યું છે. . બ્રાહ્મણે (ઈ. સ. પૂ. 1000-800) : આ કાળમાં યજ્ઞની ભાવનાને વિકાસ થયો અને બ્રાહ્મણોએ યોને ઘણું મહત્વ આપ્યું. આ કાળના ધર્મનું મુખ્ય સ્વરૂપ યજ્ઞાત્મક રહ્યું છે. એમ કહી શકાય કે આ કાળમાં હિંદુધર્મ મુખ્યત્વે કરીને રૂઢિગત ધર્મનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. બાહ્યાચારને વિશેષ મહત્વ અપાયું અને આંતરિક શુદ્ધિ વિશે દુર્લક્ષ સેવાયું. ધર્મ જે વ્યક્તિનું હાર્દ હોવું જોઈએ, તેણે બાહ્યાચારનું સ્થાન લીધું. , ઉપનિષદ (ઈ. સ. પૂ. 800-600) : ઉપનિષદોમાં પ્રબંધાયેલ હિંદુધર્મનું સ્વરૂપ બ્રાહ્મણોમાં અપાયેલ એના 1. ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमही धीयोयोनः ગ્રોથાત્ ( વેદ, 362-10 ) . . . .