________________ ધર્મોનું વર્ગીકરણ 7 વધુ વાચા મળવાની સંભાવના હોય એ ધર્મમાં જોડાવાની માનવીની વૃત્તિ રહી છે. જન્મ પ્રાપ્ત થયેલ ધર્મને છોડીને બીજા ધર્મને સ્વેચ્છાપૂર્વક અંગીકાર કરવાની મનેત્તિ પાછળ આ જ કારણ હોવાની સંભાવના છે. પરંતુ માનવી એક પ્રવર્તમાન ધર્મમાં જ હોવા છતાં તે છોડીને બીજા પ્રવર્તમાન ધર્મ અંગીકાર કરે એવા અનેક દાખલાઓ જોવા મળે છે. એનાં કારણેનું સંશોધન થવું જરૂરી છે. આમાંથી જે મહત્ત્વને પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ કે જે ધર્મ એક વેળા અસ્તિત્વમાં આવ્યું, અનુયાયીઓએ સ્વીકાર્યો, તે ધર્મ કાળાનુક્રમે પૃથ્વીના પટ પરથી વિલીન કેમ થ? એવા ધર્મોમાં એવાં કયાં બળો હતાં જેને પરિણામે એ ધર્મો વિલીન થયા ? એ પ્રત્યેક ધર્મને અતિત્વકાળ કેટલે રહ્યો ? એ સમય મર્યાદા કરતાં વધુ સમયથી અસ્તિત્વ ધરાવતા પ્રવર્તમાન ધર્મોમાં એવાં કોઈક વિલીનકારી તો છે કે કેમ ? પ્રવર્તમાન ધર્મોના અસ્તિત્વનાં મુખ્ય બળ ક્યાં ? આ બધાયે પ્રશ્નો વિચારણા માગે છે. કોઈપણ એક ધર્મના ઇતિહાસ પર દૃષ્ટિ નાખતાં આપણને એ સમજાશે કે તે ધર્મના વિકાસનો માર્ગ હંમેશાં જ સરળ અને સીધો રહ્યો નથી. ધર્મની પ્રગતિ, એના વિકાસ અને વિસ્તારમાં અનેક આંધી અને તોફાને, તડકા અને છાંયડા અને અવરોધક બળો ઉપસ્થિત થયાં છે. ધર્મની પ્રગતિ એકસરખી ઉર્વગામી રહી નથી. ધર્મ પતે એક ગહન મહાસાગર સમો હોવા છતાં એનો ગતિશીલ વેગ કદીક એકાદ ઝરણાનું કે કદીક એકાદ ખાબોચિયાનું કે કદીક એકાદ વિરાટ નદીનું સ્વરૂપ ધારણ કરે છે, અને એકંદરે તે ધર્મનું અસ્તિત્વ ટકી રહે છે જે વિવિધ અવરોધોને સામને કરી, એનું મૂળ સ્વરૂપ હાંસલ કરી, ગતિશીલ રીતે વશે જાય છે. ધર્મની ઉન્નતિ, પડકાર, સુધારણું, પ્રગતિ એ એક લગાતાર ક્રમ પ્રત્યેક ધર્મમાં જોવા મળે છે. આ પ્રક્રિયા પિતે અગત્યની છે અને વિચારણા માગી લે છે. આપણા હવે પછીના અભ્યાસમાં આપણે અસ્તિત્વ ધરાવતા અગિયાર ધર્મોને અનુલક્ષીને ચર્ચા કરીશું. ર રિસ્વરૂપ આધારિત વગીકરણ: ધર્મ માં નિરૂપાયેલાં ઈશ્વરના સ્વરૂપને અનુલક્ષોને ધર્મોનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવ્યું છે. ધર્મ એકેશ્વરવાદી અનેકેશ્વરવાદી નિરીશ્વરવાદી