________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન મૂળ ભલે ઈશ્વરનાં વચનમાં હોય તો તે ધર્મનું આધુનિક રવરૂપ માનવ પ્રેરણાનું પરિણામ છે. સાચી રીતે તે દરેક ધર્મમાં ઈશ્વરપ્રેરિત અંશ છે તેમ જ માનવપ્રેરિત અંશ પણ છે જ. લગભગ પ્રત્યેક ધર્મમાં, ધર્મઆચરણ અને ધર્મવ્યવહાર માનવપ્રેરિત છે. દા. ત., હિબ્રધર્મમાં દશ આદેશની બહાર જે કંઇક ધર્મઆચરણ રજૂ કરવામાં આવ્યું છે કે ધર્મવ્યવહાર સૂચવાયો છે, એ પ્રભુના દશ આદેશમાંથી જ મેળવાયો હોય તે પણ એ માનવઅર્પેલ અંશ છે એની ના કેણ કહી શકે ? આમ, આપણે એ સ્વીકારવું રહ્યું કે જે ધર્મો ઈશ્વર દીધેલ કહેવાય છે એમાં પરિવર્તનને અંશ માનવઅપેલ છે અને જે ધર્મો માનવઅર્પિત કહેવાય છે, તેમાં ધર્મપ્રવક્તાને દૈવીઅંશ પ્રત્યક્ષ થાય છે—માત્ર તેઓ પિતે વિનયપૂર્વક પિતાના એ અંશને દાવો કરતા નથી. અને કદાચ આથી જ એ ધર્મના અનુયાયીઓએ એ ધર્મપ્રવર્તકને ઈશ્વરરથાને સ્થાપ્યા છે. પ્રત્યેક ધર્મમાં દૈવીઅંશ તથા માનવઅંશ ઓતપ્રોત થયેલાં છે એમ કહેવું વધુ વાજબી રહેશે. 2. વૈજ્ઞાનિક વગીકરણ: 1. અસ્તિત્વ-બિનઅસ્તિવ અનુસારનું વગીકરણ: ધર્મોના ઇતિહાસના કોઈ પણ પુસ્તક ઉપર નજર ફેરવતા એ જાણી શકાશે કે કેટલાય ધર્મો કાળક્રમમાં પ્રગટ થયા, કેટલાક સમય અસ્તિત્વમાં રહ્યા, અને કાળના વહેણમાં વિલીન પણ થયા. આ એતિહાસિક સત્યને રજૂ કરવાને આ વગીકરણને પ્રયત્ન છે. જગતના અસ્તિત્વમાન ધર્મોમાં જગતના અગિયાર ધર્મોને સમાવેશ થાય છે. હિંદુધર્મ, હિબ્રધર્મ, કશિયનધર્મ, તાધર્મ, જરથુસ્તધર્મ, શિધમ, બૌદ્ધધર્મ, જનધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામધર્મ અને શીખધર્મ. અને જગતના વિલીન થઈ ગયેલા ધર્મોમાં મુખ્યત્વે કરીને આફ્રિકામાં ઈજિપ્તને પુરાણો ધર્મ, અમેરિકામાં પરુ અને મેકિસકોને પુરાણે ધર્મ, એશિયામાંના મીથર, મેની, બેબિલેન વગેરે ધર્મો અને યુરોપના ગ્રીક, રોમ, ટયુટન અને સ્કેન્ડીવિયાના પુરાણા ધર્મોને સમાવેશ થાય છે. ધાર્મિકતા માનવજીવનમાં ઓતપ્રોત થયેલી હોવા છતાં તેને આવિર્ભાવ જે તે એક ધર્મના સ્વીકાર દ્વારા થાય છે. એથી ધાર્મિક્તા અનિત્ય સેવા છતાં ધર્મ નિત્ય હોય એ સંભવી શકે. આથી જ તો માનવીની ધાર્મિકતાને જે ધર્મ દ્વારા