________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન છે. આ એક નિરાળો પ્રશ્ન છે અને એની ચર્ચા કરવાનું આ સ્થાન નથી. 'ઉપર રજૂ કરેલ ઈશ્વર-સ્વરૂપના દષ્ટિબિંદુથી મેળવાયેલ ત્રણ વિભાગોને સામાન્ય ખ્યાલ મેળવવો જરૂરી છે. એ મેળવતી વેળા આપણે એટલું નોંધી લેવું જરૂરી છે કે પ્રાણીવાદથી ('Animism) એકેશ્વરવાદ સુધીનું ધર્મ પ્રયાણ કયા કયા તબક્કામાંથી અને કેટલી કક્ષાએ થયું છે એને સામાન્ય ખ્યાલ વાંચકે ધર્મના તત્વજ્ઞાનના અભ્યાસમાંથી મેળવ્યો છે એમ રવીકારીને આપણે ચાલી શકીએ. એકેશ્વરવાદી ધર્મોમાં હિંદુધર્મ, જરથુરતધર્મ, તાઓ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇલામધર્મ અને શિતો ઘર્મને સમાવેશ થાય છે. અને નિરીશ્વરવાદી ધર્મોમાં જૈનધર્મ તથા બૌદ્ધધર્મનો સમાવેશ થાય છે. જે તે વિભાગમાં સમાવેલ ધર્મમાં ઈશ્વરનું સ્વરૂપ શું છે એની વિસ્તૃત ચર્ચા આપણે ધર્મના વ્યક્તિગત અધ્યયનમાં તેમ જ વિવિધ ધર્મોના ઈશ્વર અંગેના મંતવ્યના તુલનાત્મક અધ્યયનમાં હાથ ધરીશું. સામાન્યપણે ધર્મોમાંના ઈશ્વરના સ્વરૂપને આધારે જે વર્ગીકરણ અપાય છે તે જ અહીંયાં રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણમાંથી બીજા પણ કેટલાક મહત્વના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. 'નિરીશ્વરવાદી ધર્મને નાસ્તિક કહી શકાય ? અને કેવરવાદી ધર્મ એકેશ્વરને ખ્યાલ કદીયે આપતો નથી ? એકેશ્વરવાદી ધર્મ એના ઉદ્દગમથી આજ સુધી હંમેશાં દરેક તબક્કે એકેશ્વરવાદી જ રહ્યો છે ખરો ? એકેશ્વરવાદી ધર્મજૂથમાં સમાવિષ્ટ થયેલ ધર્મોના એક ઈશ્વર વિશેના ખ્યાલે સરખા છે ખરા? એમના ઈશ્વરના ‘એક’ના ખ્યાલ શું સમાન છે ? . આ બધા પ્રશ્નોની ચર્ચા જેમ જેમ આપણે આપણા અધ્યયનમાં આગળ વધતા જઈશું તેમ તેમ હાથ ધરવામાં આવશે. અહીંયાં આપણે એક બાબત નેંધી લઈએ. જેને આપણે નિરીશ્વરવાદી ધર્મના વર્ગમાં સમાવ્યા છે એ જૈન અને બૌદ્ધ ધર્મોએ પ્રયાસ કર્યો છે. બીજા કેટલાક પ્રશ્નો પણ વિચારણા માગે છે. ઈશ્વરના સ્વરૂપના આ ત્રણ ખ્યાલમાંથી કોઈ એક વવારે ચઢિયાત અને તેથી સ્વીકાર્ય છે એમ કહી શકાય ખરું? અનેશ્વરવાદી ધર્મમાં ઈશ્વર બહુત્વના સ્વીકારની સાથે એમાં ધાર્મિક સહિષ્ણુતાની વધુ શક્યતા છે ખરી? નિરીશ્વરવાદી વિચારધારામાં ઈશ્વરને સંપૂર્ણપણે - નકાર કરવાનું કૌવત છે ખરું ? .