________________ 50. ધર્મોનું તુલનાત્મક અધ્યયન આમાંની કયી અને કેટલી રસમેનો ઉપયોગ કયારે કયારે કર્યો છે એને ચિતાર જે તે ધર્મના નિષ્પક્ષભાવે આલેખાયેલ ઇતિહાસમાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે. 4. ઉત્પત્તિપ્રદેશ આધારિત વગકરણ: કયા ભૌગોલિક પ્રદેશમાં કર્યો ધમ ઉત્પન્ન થયો છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે વર્ગીકરણ આપવામાં આવે છે એ આ પ્રમાણે છે: ધર્મ ઉત્પત્તિસ્થાન દક્ષિણ એશિયા પૂર્વ એશિયા પશ્ચિમ એશિયા 1. હિંદુધર્મ 1. કફશિયનધર્મ- 1. હિબ્રધર્મ 2. જૈનધર્મ 2. તાઓ ધર્મ 2. જરથુસ્તધર્મ 3. બૌદ્ધધર્મ 3. શિધર્મ 3. ખ્રિસ્તી ધર્મ 4. શીખધર્મ 4. ઇસ્લામ ધર્મ પૃથ્વીના બીજા ખંડમાં નહિ પરંતુ માત્ર એશિયાખંડમાં જ ધર્મની ઉત્પત્તિ કેમ થઈ ? આજે પૃથ્વીને એકેય ખંડ એ નથી જ્યાં કઈને કઈ ધર્મ પ્રવર્તત ન હોય. પૃથ્વીના એક ખંડમાંથી પૃથ્વીને બીજા ખંડમાં ધર્મને પ્રસાર કેવી રીતે થશે ? એક જ ખંડના એક જ ભાગમાં ઉત્પન્ન થયેલા ધર્મો વચ્ચે કોઈ વિશિષ્ટ પ્રકારનું સામ્ય કે કોઈ વિશિષ્ટ પ્રકારને ભેદ છે ખરો ? જે ભૌગોલિક કેંદ્રમાં ધર્મની ઉત્પત્તિ થઈ છે એ ભૌગોલિક પ્રદેશની પરિસ્થિતિની ધર્મ પર કંઈક અસર છે ખરી ? આ અને આવા અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને એને ઉકેલ શોધવા માટે ધર્મના તુલનાત્મક અધ્યયન તરફ વળવું પડે છે. દુનિયાને ઇતિહાસ આપણને એ સમજાવે છે કે સર્વ સંસ્કૃતિઓનો સ્ત્રોત પ્રથમ એશિયામાં–પૂર્વમાં પ્રગટયાં અને પછી વિશ્વના બીજા ભાગમાં પ્રસર્યો. પ્રત્યેક પ્રજાની સંસ્કૃતિના ઘડતરમાં જેમ તેના ધર્મો ફાળો આપે છે, તેમ તેના ધર્મનું સ્વરૂપ, તે પ્રજાએ અપનાવેલ સંસ્કૃતિએ નક્કી કર્યું છે. આથી જ કદાચ પ્રત્યેક ધર્મનું હાઈ એક સમાન હોવા છતાં ધર્મવ્યવહારમાં તફાવત છે અને એ તફાવત ધર્મ રીતિ, નીતિ, અન્ય આચરણો અને વ્યવહારમાં દષ્ટિગોચર થાય છે.