________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન પ્રવેશ પ્રસિદ્ધ થયું. આ પછી ૧૮૭૮માં એમનાં ભાષણોનો એક ગ્રંથ પ્રસિદ્ધ થયો.૧૦ ચિમ વાચ 1 સૂચવે છે તેમ ધર્મનાં તુલનાત્મક અધ્યયનને આ પ્રથમ તબક્કો કેટલીક વિશિષ્ટતાઓ રજૂ કરે છે. અન્ય ધર્મોને સહૃદયતાપૂર્વક સમજાવવાને સચ્ચાઈ પૂર્વકનો ઉમંગ અને તાત્વિક વિચારણાને રસ એમાં જોઈ શકાય છે. આ તબકેક ધાર્મિક અનુભવોના આવિષ્કારના વિવિધ પ્રકારોમાંથી દંતકથાએ મુખ્ય ધ્યાન દોર્યું. આ સમય દરમ્યાન, ઈશ્વર-વિદ્યા પાછળ હડસેલાઈ અને ભાષા, ઇતિહાસ અને તત્વજ્ઞાનના અભ્યાસનો લગભગ ખીચડો થયો. જેન 2 સૂચવે છે તેમ ધર્મના અભ્યાસને વિકસાવવાને માટે અને એને ધર્મના તત્ત્વજ્ઞાન તથા ખાસ કરીને ઈશ્વર-વિદ્યાથી સ્વતંત્ર કરવાને માટે ધર્મ-વિજ્ઞાનનો (Science of Religion) શબ્દપ્રયોગ કરવામાં આવ્યો અને એ જ પ્રમાણે ધર્મના ઈતિહાસકારે પણ સંશોધનની એક નવી આશાસ્પદ પદ્ધતિ શોધ્યાનો આનંદ માણવા લાગ્યા. સમાંતરની શોધ શરૂ થઈ. આને પરિણામે જુદા જુદા ધર્મોનાં ધર્મશાસ્ત્રોમાં જે વિવિધ જાતિઓ, રાષ્ટ્રો અને લેકની ધાર્મિક રૂઢિઓ સચવાયેલી હતી તેના મૂળ તરીકે ઉપયોગ કરવા લાગ્યા. આના પરિણામે જ પૂર્વના પવિત્ર પુસ્તકના૧૩ પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરાઈ.. બીજો તબક્કો : - તુલનાત્મક અધ્યયનને બીજો તબક્કો ટીલે આપેલ ગીફંડ લેયરસથી શરૂ છે. ત્યાર પછી એની પુસ્તકરૂપે૧૪ પ્રસિદ્ધિ થઈ. ટીલેનું મહત્ત્વનું પ્રદાન એ છે કે એક વિકાસક્રમને માર્ગ માત્ર ધર્મના ઈતિહાસમાં જ નહિ પરંતુ જનસંગીતમાં, સમાજશાસ્ત્રમાં અને મને વિજ્ઞાનમાં પણ તેઓ શોધી શક્યા. ભવિષ્યમાં આ ત્રણેય અભ્યાસવિષયોએ ધર્મના તુલનાત્મક અધ્યયનમાં મહત્તવને ફાળો આપ્યો. ટીલે પછી ટેઈલર, ડહેઈમ અને વડ ધર્મના અભ્યાસને વિકાસાત્મક સિદ્ધાંત અનુસરે છે અને એમ કરીને ટીલેએ સૂચવેલ માર્ગ ખેડીને એને વધુ સમૃદ્ધ બનાવે છે. 9. ઈનટ્રોડકશન ટુ ધી સાયન્સ ઑફ રિલિજિયન. 10. ઓરિજીન એન્ડ ગ્રોથ ઓફ રિલિજિયન એઝ ઇલસ્ટ્રેટેડ બાયરિલિજિયન્સ ઓફ ઈન્ડિયા. 11. ધી કપેરેટિવ સ્ટડી ઓફ રિલિજિયન્સ, પા. 3. : 12. કપેરેટિવ રિલિજિયન, પા. 7 13. સેકેડ બુકસ ઓફ ધી ઇસ્ટ. : : 14. એલિમેંટસ ઓફ ધી સાયન્સ ઓફ રિલિજિયન.