________________ ધમેના તુલનાત્મક અધ્યયનનો વિકાસ 41 ( આ બીજા તબકકાની વિશિષ્ટતા એ છે કે એમાં એક પ્રકારનું વ્યવહારાત્મક વલણ અવલોકવામાં આવે છે અને ભાષાશાસ્ત્રીય તેમ જ એતિહાસિક વલણ અખત્યાર થાય છે. સમીક્ષાનું સ્થાન વર્ણન લે છે. સ્વીકારાયેલ આદર્શી (Norms) તથા મૂલ્ય (Values )ને ઐતિહાસિક રીતે, મનોવૈજ્ઞાનિક રીતે અને સમાજશાસ્ત્રીય રીતે સમજાવવામાં આવે છે. આ દૃષ્ટિએ પ્રવર્તમાન અને ભૂતકાલીન માનવધર્મોની જમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એની સાથે જ એક પ્રકારની વિશિષ્ટતા (Specialization ) વિકસે છે અને પરલક્ષિતા (Objectivity ) માટેનો આગ્રહ સેવવામાં આવે છે. મૂળને કે ઉગમ (Origin) અભ્યાસ મહત્વપૂર્ણ બને છે અને એમાં સવિશેષ રસ જાગૃત થાય છે. - ધર્મના તુલનાત્મક અભ્યાસના પ્રથમ તબક્કાનો દોષ જે વિગતે તરફ બેદરકાર છે. પહેલા તબક્કાના અભ્યાસીઓ સમાંતરની શોધમાં રચ્યા રહી કંઈક નવીન શે ધ્યાને આનંદ માણતા હતા, તે બીજા તબકકાના સંશોધક અસમાનતાને લક્ષમાં લીધા વિના સમાનતા પર વધુ ભાર મૂકતા હતા. ત્રિીજો તબક્કો : ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના પ્રારંભમાં તત્ત્વજ્ઞાન અને ઈવર-વિદ્યા, જે તાંત્રિક જ્ઞાનમીમાંસામાં અથવા તો અતિહાસિક સંશોધનમાં ફૂખ્યા હતા તે, ટટાર થવા લાગ્યા. ઉબેરવેગ અને બર્ગ સોના નેતૃત્વ હેઠળ આ અભ્યાસના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ. કેથલિક વિચારધારામાં હ્યુગલ અને કેલર તથા પ્રટેટ વિચારધારામાં સડરબ્લેમ, બાર્થ અને ઓટો આ પ્રક્રિયાના સહ૫થી અન્યા. એ જ રીતે અમેરિકામાં વિલિયમ જેમ્સ પણ આ માગ લીધો. આ તબક્કાની ખાસિયત ત્રણ છે : એક, વધુ પડતા વિભાગીકરણ તથા સ્પેશિયાલિસ્ટેશનનાં દૂષણોને દૂર કરવા તથા એક સમન્વયકારી તથા સંપૂર્ણ દષ્ટિબિંદુ કેળવી એ દૂષણોને દૂર કરવાની ઈચ્છા. બે, ધાર્મિક અનુભવના સ્વરૂપની ખૂબ ઊંડાણપૂર્વકની ખેજની ઈચ્છા, ત્રણ, જ્ઞાનમીમાંસક તથા તત્ત્વસ્વરૂપના પ્રશ્નોની તપાસ. વ્યવહારવાદી ભાવનાના અતિ પ્રાધાન્યની સામે કેટલાકને વિરોધ હોવા છતાં અનેક સંશોધકો એમ માને છે કે અત્યાર સુધી પ્રાપ્ત થયેલાં પ્રયત્નપૂર્વકનાં પરિણામોને સંગ્રહી રાખવા જોઈએ. ધર્મના તુલનાત્મક અધ્યયનને પાયો અતિહાસિક, તાવિક તેમ જ સમાલેચનાત્મક અભ્યાસ પર જ રચાયેલો હોવો જોઈએ. વાચ માને છે કે આ ત્રીજા