________________ 1.7 ધર્મોના તુલનાત્મક અધ્યયનને વિકાસ જુદી જુદી પ્રજાના ધર્મોના અભ્યાસને રસ ઘણા પુરાણું કાળથી જોવામાં આવે છે અને જગતની સંસ્કૃત પ્રજામાં એ રસનાં દર્શન અવારનવાર થતાં જ રહે છે. પુરાણું ગ્રીક લેકને આવો રસ હતું એવો ઉલ્લેખ હીરેડેટસનાં લખાણમાં મળે છે. માઉમ ખલીફાના સમયમાં બગદાદમાં ધર્મોની પાર્લામેંટ બોલાવવામાં આવી હતી એમ મસૂદી કહે છે. પિતાના દરબારમાં વિવિધ ધર્મના પ્રતિનિધિઓને અકબરે આમંત્યા હતા એ પણ જાણીતું છે. જગતના ધર્મોની પાર્લમેંટ ૧૮૯૩માં શિકાગોમાં ભરાઈ હતી. ૧૯૦૯માં કલકત્તામાં સર્વધર્મપરિષદ યોજાઈ હતી. આવી એક સર્વધર્મ પાર્લામેન્ટ ૧૯૭૧માં કેરાળામાં પણ મળી. પિતા સિવાયના અન્ય ધર્મોને સમજવાને માટે, એ જાણવાને માટે આ સારાં સાધન છે એની ના નહિ, પરંતુ આ પ્રયાસોને ધર્મના તુલનાત્મક અધ્યયનની સમકક્ષ મૂકી શકાય નહિ. લગભગ એક સદી પૂર્વે મેકસમૂલરના નેતૃત્વ હેઠળ ધર્મોના તુલનાત્મક અધ્યયનની આધુનિક સમયમાં શરૂઆત થઈએમનું પુસ્તક “તુલનાત્મક દંતકથા’ ૧૮૫૬માં પ્રસિદ્ધ થયું અને ૧૮૭૦માં એમનું બીજું પુસ્તક “ધર્મના વિજ્ઞાનને 7. જોર્ડન, કપેરેટિવ રિલિજિયન ઇન જેનેસિસ એન્ડ ગ્રોથ. 8. કપેરેટિવ માયથોલોજી,