________________ મેના તુલનાત્મક અભ્યાસીનું વલણ 1. જડવાદને ત્યાગ : કોઈ પણ ધર્મને અભ્યાસ કરતી વેળા ધર્મના તુલનાત્મક અભ્યાસીએ કોઈપણ પ્રકારના જડવાદને (Dogmatism) તિલાંજલિ આપવી જોઈએ. પિતાના મનસપટ પર દઢ થયેલી માન્યતાઓને એણે કોઈ પણ ધર્મની એગ્ય રજૂઆતમાં વચ્ચે આવવા દેવી જોઈએ નહિ. ધર્મોના તુલનાત્મક અધ્યયનના ઉપર રજૂ થયેલાં વિવિધ દષ્ટિબિંદુઓમાંથી બીજું, ત્રીજુ અને ચોથું દષ્ટિબિંદુ આવું જડવાદી વલણ અપનાવતા હોઈ એમને રવીકાર થઈ શકે નહિ. 2. પૂર્વગ્રહને ત્યાગ : પિતાના અનુભવને આધારે માનવી કેટલાક પૂર્વગ્રહો બાંધી લે છે. આવા પૂર્વગ્રહોનું ફલક ખૂબ જ વિસ્તૃત છે અને તે ધર્મને પણ આવરી લે છે. ધર્મનું તુલનાત્મક અધ્યયન કરનાર અભ્યાસી પિતે કોઈ ધર્મને અનુયાયી હોય અથવા તે અધાર્મિક હોય તોયે એક યા અનેક ધર્મો માટે કે તેનાં એક કે વધુ ત થા અંગો માટે એને કોઈ પ્રકારને પૂર્વગ્રહ હોઈ શકે. પરંતુ પિતે જ્યારે ધર્મના તુલનાત્મક અધ્યયનકાર્યમાં પરોવાય ત્યારે એણે આવા સર્વ પૂર્વગ્રહની ઉપરવટ જવું જરૂરી બને છે. હિ, સહુથી સમભાવ : કઈ પણ ધર્મની રજૂઆંત કરતી વખતે કે એની સમીક્ષા કરતી વેળા તુલનાત્મક અભ્યાસીની દષ્ટિ સહૃદયી અને સમભાવી હોવી જોઈએ. ધર્મના સ્વરૂપના વ્યાપક ખ્યાલ પર આધારિત એવી, ધર્મની રજૂઆત અને સમીક્ષા હોવી જોઈએ. પિતાને અરુચિકર હોય એની પણ સમભાવી રજૂઆત થાય અને પિતાને અસ્વીકાર્ય હેય એવા મંતવ્યની પણ જે તે ધર્મની દષ્ટિએ સબળ રજૂઆત થાય, એ માટે એણે પ્રયત્નશીલ રહેવું પડે. ધર્મની સબળ રજૂઆત કર્યા પછી એની જે કંઈ સમાલોચના કરવાની હોય એ સહદયતાથી નિષ્પક્ષભાવે એ જરૂર કરે. 4. સહાનુભૂતિભર્યું વલણ આ તુલનાત્મક અભ્યાસીએ જે તે ધર્મના જે તે અંગને બચાવ કરવાને છે એવું નથી, પરંતુ જે કઈક સમીક્ષા એ કરે તે સહાનુભૂતિપૂર્વકની હોવી જોઈએ.... એ અર્થમાં કે જે સમયમાં અને જે સંદર્ભમાં, જે મંતવ્ય રજુ થયું હોય તેને અનુલક્ષીને સમાલોચના થાય એ ઇચ્છનીય છે. ' ' .