________________ ' 1.6 ' ધર્મોના તુલનાત્મક અભ્યાસીનું વલણ તુલના ત્યારે જ શક્ય બને છે જ્યારે તુલનાનાં વિવિધ અંગેની માહિતી પ્રાપ્ત થયેલી હોય. એટલું જ નહિ, પણ જે અંગેની તુલના કરવામાં આવે એમાં કંઈક અંશની સમાનતા હોવી પણ જરૂરી બને છે. જ્યાં સુધી આપણે પ્રત્યેક ધર્મને . સ્વતંત્ર અભ્યાસ ન કરીએ, એનાં વિવિધ અંગેની માહિતી પ્રાપ્ત ન કરીએ.. કાળના સંદર્ભમાં એની ઉત્પત્તિ અને વિકાસને ખ્યાલ ન મેળવીએ, એના ભૌગોલિક સ્થળ-પ્રસારણની સામગ્રી એકત્રિત ન કરીએ, ટૂંકમાં. પ્રત્યેક ધર્મ અંગે, તે ધર્મનાં વિવિધ અંગોને અભ્યાસ ન કરીએ ત્યાં સુધી તુલનાત્મક અધ્યયન શી રીતે શક્ય બને ? આથી જ આ ગ્રંથના બીજા વિભાગમાં આપણે પ્રત્યેક ધર્મને, તેનાં વિવિધ અંગોને અનુલક્ષીને તુલનાત્મક અભ્યાસ હાથ ધરવાને પ્રયત્ન કરીશું. પરંતુ ધર્મના તુલનાત્મક અધ્યયનની દષ્ટિએ એ પ્રશ્ન મહત્વનું છે કે પ્રત્યેક ધર્મને આવો અભ્યાસ હાથ ધરતી વેળા અભ્યાસીની દષ્ટિ કંઈ હેવી જોઈએ ? એનું વલણ કેવું હોવું જોઈએ ? એ તે સહજ રીતે સમજાશે કે તુલનાત્મક અભ્યાસી કોઈ પણ ધર્મને અભ્યાસ તે ધર્મના અનુયાયી કરે છે તે રીતે નહિ, જ કરે પોતાના ધર્મને પણ નહિ. સામાન્યપણે એમ પણ કહી જ શકાય કે પ્રત્યેક ધર્મના અધ્યયનમાં અભ્યાસી વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ અને વૈજ્ઞાનિક વલણ. અપનાવે. આની સ્પષ્ટતા માટે નીચે વર્ણવેલ થડા મુદ્દાઓ તપાસીએ.