________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દષ્ટિબિંદુઓ રાયેલ નથી ? એવું ન બને કે કોઈ એક ધમનું એક સારુ તવ, બીજા ધર્મના કેઈ એક સારા તત્ત્વ સાથે સંપૂર્ણપણે સુસંગત ન હોય? આવા સુસંગતતાના અભાવના કિસ્સામાં સારાં તનું એકત્રીકરણ કઈ રીતે કરી શકાય ? અને આમ છતાં, માનવ-ઇતિહાસમાં એક યા બીજા સ્વરૂપે આવા પ્રયત્ન થયેલા જોવા મળે છે. આમાંને એક મહત્ત્વને પ્રયત્ન તે-થિયોસોફી, એ 1 પ્રવકતા શ્રીમતી એની બેસન્ટ કહે છે: “આ વિશ્વમાં પ્રત્યેક ધર્મો એક શ્રેય સિદ્ધ કરવાનું છે, કેઈપણ એક રાષ્ટ્રને અપાયેલ ધર્મ જે કઈ એક નિશ્ચિત સંસ્કૃતિમાં પ્રસાર પામવાને છે તે ધર્મ તે રાષ્ટ્ર અને તે સંસ્કૃતિને સાંપડે છે.” પ્રત્યેક ધર્મ રાષ્ટ્રને અને તેની સંસ્કૃતિને સાનુકૂળ છે એ કથનની વિશેષ ચર્ચા ધર્મના સમાજશાસ્ત્રમાં થયેલી જે મળે છે. કેટલે અંશે જે તે ધર્મ જે તે રાષ્ટ્ર અને સંસ્કૃતિને સાનુકૂળ છે એની તપાસ પલટાતા રાષ્ટ્રીય સ્વરૂપ અને બદલાતી સંસ્કૃતિના સંદર્ભમાં થવી જરૂરી છે. સમાજ પિતે જ ગતિશીલ હોય, પરિવર્તનશીલ હોય, તે એના એક ચાલક બળ તરીકે ધર્મ પણ પરિવર્તનશીલ હે જોઈએ. ધર્મ સમાજને કે સમાજ ધર્મને કેવી રીતે અને કેટલે અંશે બદલે છે એ વિસ્તૃત અભ્યાસનો વિષય છે અને ધર્મોના તુલનાત્મક અધ્યયનના ક્ષેત્રની બહાર છે. આમ, આપણે એ જોઈ શકીશું કે ધર્મનું તુલનાત્મક અધ્યયન વિવિધ -દષ્ટિબિંદુથી કરી શકાય એમ છે. આવા પ્રત્યેક દૃષ્ટિબિંદુની મર્યાદાઓને આપણે ઉલ્લેખ કર્યો છે. આ વિવિધ દૃષ્ટિબિંદુઓના અભ્યાસમાંથી, ધર્મની તુલનાત્મક અભ્યાસીએ કેવું વલણ અપનાવવું જોઈએ એવી સમજ પ્રાપ્ત થાય છે. જ. ફેર ગ્રેટ રિલિજિયન્સ, પા. 7