________________ 34 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અનુયાયીઓ, બીજે ધર્મ કે બીજે સંપ્રદાય કેવી રીતે સ્થાપે છે એના અનેક દાખલાઓ ધર્મના ઇતિહાસમાં મોજૂદ છે. , 4. પિતાના ધર્મ સિવાયના અન્ય ધર્મોને નકાર : વ્યક્તિ પોતે જે ધર્મમાં જન્મી હોય અને જે ધર્મમાં એ ઊછરી હોય એ ધર્મને એ વ્યક્તિ મમત્વપૂર્વક સ્વીકારે એ સમજી શકાય. એ ધમમમત્વ કેટલીક વેળા ધર્મઘેલછામાં પરિણમતું જોવા મળે છે. એવા અનુયાયીઓ જ આ મતના પુરસ્કર્તા બની શકે. લગભગ પ્રત્યેક ધર્મમાંથી આવા ઘેલછાભર્યા અનુયાયીઓ મળી રહે. ધર્મમમત્વને કારણે એક પ્રકારનું દૃષ્ટિ-અંધત્વ પ્રાપ્ત થાય છે અને એમાંથી વિચારશૂન્યતા પરિણમે છે. બીજા ધર્મ તરફ દૃષ્ટિ ન કરવાની અને બીજા ધર્મોને અભ્યાસ ન કરવાની, તેમ જ એમાં પણ કંઈ સમજવાનું છે એવો સ્વીકાર ન કરવાની વૃત્તિ આવા ધર્મ-અનુયાયીઓમાં સવિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. એ તે સહજ છે કે ચાર દીવાલમાં ગોંધાયેલા છવની સૃષ્ટિ એટલી જ નાની હેય. ધર્મને એક બંધિયાર ખાચિયા તરીકે અનુભવનાર વ્યક્તિ બીજા ધર્મોનાં સારાં તને ન જાણી શકે એ તે ઠીક, પરંતુ એની આવી વૃત્તિ પિતાના ધર્મનાં જ સંપૂર્ણ તત્ત્વોની જાણકારીમાં એને બાધારૂપ નીવડે છે. આવી વ્યક્તિઓ પિતાના ધર્મને પણ વિવેકપૂર્વક અભ્યાસ કરતા નથી, તે બીજાના ધર્મોના અભ્યાસની તે વાત જ કયાં કરવી ? આવી વ્યક્તિઓ જ ધર્મસમભાવ કેળવવાની દિશામાં અવરોધક બળો તરીકે કામ કરતી હોય છે. વિવિધ ધર્મોના અધ્યયન વિના કોઈ પણ એક અથવા વધારે ધર્મોને નકાર કરે એ અવૈજ્ઞાનિક અને પૂર્વગ્રહયુક્ત છે. 5. સર્વ ધર્મોમાંથી સારાં તને સવીકાર : આગળ કરેલી ચર્ચાઓમાંથી એ સ્પષ્ટ થશે કે કોઈ પણ એક ધર્મને નકાર કરવાને માટે યોગ્ય અને સબળ કારણોની રજૂઆત થઈ શકી નથી. ધર્મોનું તુલનાત્મક અધ્યયન જે તે ધર્મમાં રહેલાં સારાં તેમ જ માઠાં અંગોની સમજ આપી શકે અને આવા વિવિધ અંગોને તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરી શકે. પરંતુ, વિવિધ ધર્મોનાં સારાં તને જે તે ધર્મમાંથી સ્વીકારી, વિવિધ ધર્મોમાંથી આવી રીતે પ્રાપ્ત થયેલ સારાં તત્વોના સમૂહને એકત્રિત કરી, એક ન ધર્મ ઉપજાવી શકાય ખરો? કઈ પણ એક ધર્મનું સારું તવ એ જ ધમનાં વિવિધ તને મુકાબલે અને વિવિધ તની પશ્ચાદભૂમાં જ સારા તરીકે રવીકા