________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 5. ન્યાયી વલણઃ એ જ રીતે પિતાની સમીક્ષામાં તુલનાત્મક અભ્યાસીએ ન્યાયી થવાની પણ જરૂર છે. એવું તે ન જ બનવું જોઈએ કે કઈ એક ધર્મના કોઈ એક અંગની સમાલોચના એક પ્રકારે, અને બીજા ધર્મના સમાન અંગની સમાલોચના અન્ય પ્રકારે થાય. એની ન્યાયત્તિમાં સારાનરસાના વિવેક્સી કાબેલિયતને સમાવેશ થાય જ છે. પ્રત્યેક ધર્મમાં સારું તત્ત્વ કર્યું એ કહેવાને એ શક્તિમાન હોવો જોઈએ. એ સારું તત્ત્વ એ રીતે ક્યા આધારે સ્વીકારાયું છે એની તાર્કિક સમજ આપવાને માટે એ શક્તિશાળી હોવો જોઈએ. આમ, ધર્મને તુલનાત્મક અભ્યાસ કરનાર અભ્યાસીની જવાબદારી વિશિષ્ટ પ્રકારની છે. ધર્મનું સ્વરૂપ શું છે ? એને આધાર કયો છે ? એનું ધ્યેય કેવું છે ? વગેરે અંગેને ખ્યાલ આપીને પ્રત્યેક ધર્મની રજૂઆત અને સમીક્ષા કરતી વખતે જે તે ધર્મને ન્યાય કરવાનું છે, એટલું જ નહિ પણ વાચકને પણ યોગ્ય ન્યાય આપવાને છે અને પિતાને પણ ન્યાય કરવાનો છે. પિતાની અંતગત. મર્યાદાઓને કારણે એ અભ્યાસી કદાચિત કઈ એક ધર્મનાં સારાં અંગ તારવવામાં કામયાબ ન બને તોયે, એને હાથે તે ધર્મનાં સારાં અંગની નબળી અને અયોગ્ય. રજુઆત તે ન જ થવી ઘટે. આમ, તુલનાત્મક અભ્યાસી એક ધર્મને બીજા ધર્મ સાથે સાંકળનાર પુલ સમાન છે. એનું કાર્યક્ષેત્ર કોઈ એક ધર્મના અનુયાયીની ધાર્મિક દષ્ટિનું ફલક વિસ્તારવાનું છે. એનું કર્તવ્ય ધર્મને સમજવાની એક એવી દૃષ્ટિ આપવાનું છે જે વડે ધર્મના સામાન્ય સ્વરૂપના સંદર્ભમાં જે તે ધર્મઅનુયાયી, ધર્મસમભાવ કેળવી શકે, અને આ બધાથીયે વિશેષ તે તુલનાત્મક અભ્યાસીએ ધર્મ કયાં, ક્યારે અને કેવી રીતે ચાલકબળ તરીકે રહ્યો છે, કે અવરોધક બળ તરીકે બન્યો છે, અને વ્યક્તિગત જીવન અને સમાજજીવનના આધાર તરીકે, પ્રેરણાબળ તરીકે અને ચાલાકબળ તરીકે એનું ભાવિ શું છે એનું દિશાસૂચન કરવાનું છે. ધર્મોને તુલનાત્મક અભ્યાસી જે પ્રત્યેક ધર્મના અધ્યયનમાં વિશાળ દૃષ્ટિ રાખી વૈજ્ઞાનિક પદ્ધતિએ એની મુલવણું કરે, અને એને માર્ગદર્શક જે મુદ્દાઓની ઉપર ચર્ચા કરી છે તેનું પાલન કરે, એ વિવિધ ધર્મની સમગ્રપણે તેમ જ કોઈ પણ બે કે વધારે ધર્મોનાં સમાન અંગેની તુલના કરે છે એનું કાર્ય એ યથાયોગ્ય પૂર્ણ કરે એવી આશા રાખી શક્રય.