________________ 30 ધર્મોનું તુલનાત્મક અધ્યયન -શકીએ ખરા કે અલૌકિક પ્રકારને પ્રત્યક્ષ અનુભવ એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે ? તેમ “જ, શ્રદ્ધા પર આધારિત કાઈપણ જ્ઞાનને સ્વીકાર એ અજ્ઞાન છે ? આપણું કેટલુંય જ્ઞાન આ બંને પ્રકારમાં વહેંચાયેલું છે અને એમ છતાં આપણે એને જ્ઞાન તરીકે, સ્વીકાર કરી લઈએ છીએ. દા. ત., કંઈક અઘટિત નીપજવાનું છે એના જ્ઞાન પ્રવાસ રદ કર્યા પછી, પ્રવાસ રદ કરવાની યથાર્થતા સમજાય છે; અથવા તે સંગીતના સૂરમાં - બેભાન બનીને નૃત્ય કરનાર નૃત્યકારને આનંદ અલૌકિક પ્રકારનો એટલા માટે છે કે એ કઈ એક નિશ્ચિત ઈન્દ્રિય પર આધારિત નથી. એ જ પ્રમાણે આપણે - જ્યારે કોઈ એક વાહનમાં બેઠક લઈએ છીએ ત્યારે આપણને શ્રદ્ધા છે કે વાહન ચલાવવાની આવડત અને માર્ગના નિયમે તથા એના સંચાલન માટેની સંજ્ઞાઓની માહિતી વાહનચાલકને છે. આપણે જ્યારે કોઈ ડૉકટર કે વકીલની પાસે આપણી ફરિયાદ માટે જઈએ છીએ ત્યારે આપણું એમના જ્ઞાન વિશેનું જ્ઞાન નહિ પણ આપણી એમના પરની શ્રદ્ધા જ આપણને એમની પાસે જવા પ્રેરે છે. આમ અનુભવ અને તકે માનવજીવનનાં મહત્વનાં ચાલક બળો હોવા છતાં, અલૌકિક પ્રત્યક્ષાનુભવ અને શ્રદ્ધાને આપણે આપણું જીવન વ્યવહારમાંથી સદંતર દેશવટો દઈ શકીએ નહિ; અને એથી જ એના ઉપર આધારિત કોઈપણ જ્ઞાન કે : રવીકારને આપણે અજ્ઞાન તરીકે મૂલવી શકીએ નહિ. આથી, જે વિચારકે અજ્ઞાનને ધર્મના પાયા તરીકે આલેખે છે તેઓ સંભવત: એમના ધર્મ માટેના પૂર્વગ્રહને કારણે એમ કરતા હોય એમ બની શકે, અને પૂર્વગ્રહ પર આધારિત કોઈપણ જ્ઞાન સાચી રીતે અજ્ઞાન છે. આથી પૂર્વગ્રહભરી રીતે એમ કહેવું કે, “ધર્મ અજ્ઞાન પર આધારિત છે” એ પોતે જ અજ્ઞાનયુક્ત છે. 1. અસહિષ્ણુતા : ધર્મ અસહિષ્ણુતા પર આધારિત છે, એવી રજૂઆત કેટલાક વિચાર કરે છે. ધાર્મિક માન્યતાઓ કેટલીક વેળા એવું જ સ્વરૂપ ધારણ કરે છે કે જેથી - બીજા ધર્મોની માન્યતાઓ પ્રત્યે એ ધર્મ-અનુયાયીઓ અસહિષ્ણુ બને. જગતના - ઈતિહાસમાં એક ધર્મના અનુયાયીઓ બીજા ધર્મના અનુયાયીઓ સાથે સંઘર્ષમાં આવ્યાન, તેમ જ એક જ ધર્મના વિવિધ સંપ્રદાયનાં અનુયાયી–જુથે એકમેકના સંઘર્ષમાં આવ્યાના દાખલાઓ નેંધાયેલા છે. પરંતુ કોઈકવાર બનતા આવા બનાવ, અસહિષ્ણુતા ધર્મને આધાર છે એમ સૂચવવા પૂરતા છે? માત્ર થોડા અવલોકેલા પ્રસંગ પરથી સાર્વત્રિક વરૂપનું તારણ દરવું તર્કબદ્ધ છે ખરું? ધાર્મિક સહિષ્ણુતાના પ્રસંગે શું કદીયે અનુભવવામાં આવ્યા જ નથી? -અસહિષ્ણુતા એ માત્ર ધર્મ-અનુભવ અને ધર્મ અનુયાયીઓ પૂરતાં જ મર્યાદિત છે?