________________ ઘર્મોનું તુલનાત્મક અધ્યયન કારણે આપણે એને અસ્વીકાર કરીએ છીએ. પરંતુ તેથી એનો ઇન્કાર કરવાને આપણે પાત્ર ઠરતા નથી, તેમ જ જે કઈ એનો રવીકાર કરે, એમ માનીને કે આ એક એવું મંતવ્ય છે જેને આધારે જાણી શકાયો નથી, પરંતુ એ આધાર કઈક દિવસ અવશ્ય જાણી જ શકાશે, તેને અંધશ્રદ્ધાળુ તરીકે ઓળખાવા કે તેની માન્યતાને અંધ માન્યતા તરીકે ઓળખાવવી એ કેવી રીતે વાજબી ઠેરવી શકાય ? જ્યારે આપણે કોઈ એક માન્યતાને અંધ માન્યતા તરીકે ઓળખાવીએ - ત્યારે ગર્ભિત રીતે આપણે એ સૂચવવા પ્રયત્ન કરીએ છીએ કે આપણું પોતાનું મંતવ્ય વૈજ્ઞાનિક છે–એને તર્કને આધાર છે–વૈજ્ઞાનિક વિચાર પદ્ધતિ અનુસાર તે પ્રાપ્ત કરાયેલ છે, અને જેને આપણે અંધમાન્યતા તરીકે ઓળખાવીએ છીએ તે અવૈજ્ઞાનિક છે. ઉપરની ચર્ચાને આધારે કયું વલણ વધુ વૈજ્ઞાનિક અને કહ્યું - અવૈજ્ઞાનિક છે એને નિર્ણય દરેક વ્યક્તિ પિતાને માટે કરી શકે એમ છે. -હ. રૂઢિગત માન્યતા : કોઈપણ એક પ્રણાલી લાંબા કાળ સુધી ટકી રહે ત્યારે તે રૂઢિનું સ્થાન પામે છે. અહીંયાં એ મહત્વના પ્રશ્નોની વિચારણું રજૂ કરવી. જરૂરી છે. એક, પ્રણાલી કેવી રીતે પ્રસ્થાપિત થઈ છે? બીજુ, પ્રણાલી લાંબે વખત સુધી કેમ ટકી છે ? વ્યવહારની કેટલીક પ્રણાલીઓને બાદ કરતાં એમ કહી શકાય કે પ્રત્યેક પ્રણાલી સબળ વિચારણું પર આધારિત થયેલી છે, અને જે કોઈ પ્રણાલી સબળ વિચારણા પર આધારિત નથી એ અલ્પજીવી બને છે. જે પ્રણાલી દીર્ધકાળ સુધી ટકી રહી છે તે પ્રબળ વિચારણા પર પ્રસ્થાપિત થઈ હોવાની સાબિતી આપવા ઉપરાંત બીજી એક અનુભવજન્ય સાબિતી પણ આપે છે કે પેઢી દર પેઢી. વ્યાવહારિક ઉપયોગિતાની દષ્ટિએ અનુભવજન્ય રીતે એ પ્રણાલી વ્યક્તિને અને સમાજને ઉપકારક રહી છે અને તેથી વ્યક્તિ અને સમાજ એને સ્વીકાર કરતા આવ્યા છે. આથી એવું બનવા સંભવ છે કે પ્રબળ વિચારણા પર આધારિત કઈ એક રૂઢિ કાળાનુક્રમે વ્યવહારમાં જળવાઈ રહી હોય અને જેઓ એને સ્વીકાર કરતા હોય તેઓ એના વિચારણાયુક્ત આધારને ન ઓળખે. રૂઢિ પિતે સારી કે ખરાબ, અને તેથી સ્વીકાર્ય કે અસ્વીકાર્ય હોઈ શકે નહિ. જે :રૂઢિને તાર્કિક આધાર પામી શકાતું નથી અને જે રૂઢિને સ્વીકાર એક પ્રકારની -સ્થગિતતાનું નિર્માણ કરે છે, માનવજીવન અને સમાજજીવનને એક દુધ મારતા ખાબોચિયા સમાન બનાવે છે, એ રૂઢિને સામને સમજી શકાય એમ છે.