________________ 1.5 ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દષ્ટિબિંદુઓ માનવના ધાર્મિક જીવનની વિવિધ આશાઓને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા જુદા જુદા ધર્મો કરે છે. એ વિવિધ મંતવ્યને તુલનાત્મક પદ્ધતિ અનુસારને અભ્યાસ. કરી શકાય. પરંતુ આવું અધ્યયન કરતી વેળા અભ્યાસી કયું દૃષ્ટિબિંદુ અપનાવે છે, એના ઉપર ઘણો આધાર રહે છે. ધર્મોના તુલનાત્મક અધ્યયનમાં વિવિધ દષ્ટિબિંદુઓ અપનાવવામાં આવ્યા છે. આપણું અધ્યયનમાં આપણે કેવું દૃષ્ટિબિંદુ અપનાવવું જોઈએ એ નક્કી કરી શકીએ એ માટે આ વિવિધ દૃષ્ટિબિંદુઓની સમીક્ષા કરવી જરૂરી છે. 1, બધા ધર્મોને નકાર : પિતાના પુરતકમાં નાફ કહે છે, “જેમ વિશ્વમાં અનેક ધર્મો છે તેમ વિશ્વમાં અનેક પ્રકારની ગાંઠો પણ છે. હું ધર્મને સંશોના સમૂહ તરીકે ઓળખું છું, અને એથી આપણી સંભવિત શક્તિઓના સંપૂર્ણ વિકાસમાં ધર્મ એક અવરોધક છે.”૩ આ દૃષ્ટિબિંદુની વધુ સમજ મેળવવા માટે આપણે એમ કહી શકીએ કે આ એ દૃષ્ટિબિંદુ છે જેમાં પ્રત્યેક ધર્મને એક બલા તરીકે, એક અવરોધક તરીકે આલેખવામાં આવે છે, અને એથી કરીને પ્રત્યેક ધર્મને ધિક્કાર કરી તેને 3. નાફ ઓફેસ, એ જનરલ હિસ્ટરી ઓફ રિલિજિયન્સ, પા. 3