________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દૃષ્ટિબિંદુઓ ૨૭અસ્વીકાર કરવામાં આવે છે. આવા અરવીકાર માટે કેટલીક વેળા નીચેનાં કારણે રજૂ કરવામાં આવે છે? . ધર્મ વહેમ (Superstition) પર આધારિત છે. 4. ધર્મ રૂઢિ (Tradition) પર આધારિત છે. 1. ધર્મ અજ્ઞાન ( Ignorance) પર આધારિત છે. ઘ ધર્મ અસહિષ્ણુતા (Intolerance) પર આધારિત છે. ' અહીંયાં જે ચાર મુદ્દાઓને ધર્મના આધાર તરીકે અથવા તે પાયા તરીકે ઓળખાવવામાં આવ્યા છે એ કેટલે અંશે સત્ય છે એની વિચારણા કરવી જોઈએ. 4. વહેમમય અંધવિધાસભરી માન્યતા અંધમાન્યતા (Superstition) એટલે શું અતાર્કિક સ્વીકાર ? તરહિત સ્વીકાર? અનુભવ નિરપેક્ષ રવીકાર ? આપણે કેટલીયે માન્યતાઓ એવી છે જેનો. સ્વીકાર આપણે તર્કપૂર્વક કે અનુભવના આધારે જ કરીએ છીએ એવું નથી. ઈશ્વરના અસ્તિત્વની માન્યતા, માનવદેહમાં રહેલા કાણુઓની માન્યતા, પૃથ્વીના પેટાળના રત, અવકાશના વિવિધ સ્તરો વગેરે અંગે આપણે એવી ઘણી માન્યતાઓ સ્વીકારીએ છીએ જેને આધાર પ્રત્યક્ષ અનુભવ નથી, તેમ જ તાર્કિક વ્યાપાર પણ નથી. એથી, અંધમાન્યતાનો અર્થ એમ ઘટાવી શકાય કે તેનું પિતાનું મૂળ પ્રસ્થાપન તર્ક કે અનુભવ આધારિત નથી ? જેને આપણે અંધમાન્યતાઓ તરીકે ઓળખાવીએ છીએ તે શું ખરેખર તકધીન કે અનુભવ આધારિત નથી ? હિંદુધર્મમાં આલેખાયેલ પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર કે ત્રિશંકુ જેવા ખ્યાલને એક સમયે અંધમાન્યતાઓ તરીકે આલેખવામાં આવતા. પરંતુ આધુનિક વિજ્ઞાન જ્યારે આ વિચારોને હકીક્ત તરીકે પ્રસ્થાપે ત્યારે આપણે એમ માનવા પ્રેરાઈએ છીએ કે ભૂતકાળમાં જેમણે આ વિચાર રજૂ કર્યા હોય તેમણે તર્કબુદ્ધિ અને અનુભવ દૃષ્ટિને આધારે જ એમ કર્યું હશે. આ વિચારોનો સ્વીકાર ક્યા આધારથી પ્રાપ્ત થયે એ આપણે ન જાણી શકીએ, તેથી જ માત્ર શું આપણે આ વિચારોનો અનાદર કરે ? અસ્વીકાર કરવો? અને જો આપણે તેનો સ્વીકાર કરીએ તે શું એ અંધશ્રદ્ધા કહેવાય ? ખરી રીતે તે, જે કોઈપણ મંતવ્યને માટે આપણુ પાસે વિરોધી આધાર નથી, એને એમ કહીને ઈન્કાર કરવો કે એને આધાર આપણે જાણતા નથી, એ સાચી રીતે તે અવૈજ્ઞાનિક વલણ છે. બહુ બહુ તે આપણે એટલું કહી શકીએ કે મંતવ્યના સ્વીકારને આધાર પ્રાપ્ત ન થવાને