________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દૃષ્ટિબિંદુઓ 29: થાય છે કે શું ધર્મ ખરેખર આવી સ્થગિત રૂઢિઓ પર જ નિર્ભર છે ખરો ? વિકસતા ધર્મને અભ્યાસુ, ધર્મના ઇતિહાસનો અભ્યાસુ અને પલટાતાં ધાર્મિક વલણોનો અભ્યાસી આ પ્રશ્નનો ઉત્તર આપવાને વધુ સુયોગ્ય છે. આપણે અન્યત્ર કહ્યું છે તેમ ધર્મ તે એક ગતિશીલ પ્રવાહ છે અને સ્થગિતતા કદીયે ધર્મનું રવરૂપ બની શકે નહિ. ધર્મને ઇતિહાસ એના વિકાસની સાક્ષી પૂરે છે, એટલું જ નહિ પરંતુ એ એમ પણ સૂચવે છે કે ધર્મમાં જ્યાં જ્યાં અને જયારે જ્યારે સ્થગિતતા દશ્યમાન થઈ, ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે, કયાં તે ધર્મના અનુયાયીઓની અંદર જ, અથવા તો ધર્મ બહારનાં બળોએ, એ સ્થગિતતાને આંચકે આપ્યો છે, એને દૂર કરી છે અને ધર્મમાં કયાં તે નવા સંપ્રદાયે સંચાર કર્યો છે અથવા તે નવીન ધર્મનું સર્જન થયું છે. એમ કહેવું કે ધર્મ રૂઢિ પર આધારિત છે એટલે ધર્મનું હાદ બરાબર ન સમજવા બરાબર છે. જ, અજ્ઞાન : ધર્મના અવીકાર માટે કેટલીક વેળા એવું કારણ આપવામાં આવે છે કે ધર્મ અજ્ઞાન પર આધારિત છે. પરંતુ અહીંયાં એ પ્રશ્ન ઉઠાવી શકાય કે ધર્મને આધાર અજ્ઞાન છે કે અન્ય કંઈક ? એનું જ્ઞાન આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે? જો ધર્મ ખરેખર અજ્ઞાન પર આધારિત હોય તે જ્ઞાનના વિકાસની સાથે, પરંતુ ધર્મનું અસ્તિત્વ એ વાતની સાક્ષી પૂરે છે કે ધર્મ માત્ર અજ્ઞાન પર આધારિત નથી. તે પછી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ધર્મ શાના પર આધારિત છે? જો કોઈ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, ધર્મને પાયે હોય તે એ જ્ઞાન કર્યું ? એ નાન કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ? એ જ્ઞાન ચકાસણું પાત્ર ખરું ? એવી ચકાસણીને પરિણામે એ જ્ઞાનના રવીકાર વિશે શું કહી શકાય ? ધર્મની જ્ઞાનમીમાંસા માટે - આ બધા પ્રશ્નો મહત્વના છે. અહીંયાં આપણે એટલું નેધીએ કે સામાન્યપણે વીકારાયેલ જ્ઞાનપ્રાપ્તિના બે માર્ગો, એક ઇન્દ્રિય આધારિત પ્રત્યક્ષ અનુભવ જ્ઞાન અને બીજુ તર્ક આધારિત અનુમાન જ્ઞાન, સિવાય પણ જ્ઞાનપ્રાપ્તિના બીજા માર્ગે જ્ઞાનમીમાંસા સ્વીકારે છે. ધર્મને પાયે એવા અલૌકિક અનુભવજન્ય પ્રત્યક્ષ જ્ઞાન પર આધારિત છે અને એના સ્વીકારને આધાર બહુધા તક નહિ પરંતુ શ્રદ્ધા છે. આથી શું આપણે એમ કહી,