________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન સંબંધમાં સત્ય હોય તે એ નૈતિક છે. પરંતુ એથી ઊલટું, જે વ્યક્તિ પિતાની જાત સાથે સુસંગત નથી અને જે અન્ય વ્યક્તિઓ તરફ પણ અસત્ય છે એ ઈશ્વર તરફ સત્ય કઈ રીતે થઈ શકે ? એની સાથે સુસંગત શી રીતે બની શકે ? કારણ કે પ્રત્યેક સાચી ધાર્મિક વ્યક્તિ ઈશ્વરના અંશને પોતાનામાં જ સાક્ષાત્કાર કરે છે એમ નહિ પરંતુ સમાજના પ્રત્યેક જીવમાં અને પ્રકૃતિની દરેક વસ્તુમાં ઈશ્વરના સ્વરૂપનું દર્શન કરે છે. જે વ્યક્તિ ઈશ્વરના અંશ સાથે સુસંગત ન થઈ શકે તે સમગ્ર ઈશ્વર સાથે કઈ રીતે સુસંગત થઈ શકે ? પ્રત્યેક ધર્મ એક નીતિશાસ્ત્ર આપે છે અને એ નીતિશાસ્ત્રના આધારે તે ધર્મની આંકણી કરવી શક્ય છે. નીતિશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થતી ધર્મની સમજ તે ધર્મ વિશે વિશેષ સૂઝ આપે છે. 8, તુલનાત્મક પદ્ધતિ : આપણે આગળ એ જોયું કે ધર્મ એક માર્ગ છે–વ્યક્તિના ઉત્થાનને માગ–વ્યક્તિના ઉત્કર્ષને માર્ગ–વ્યક્તિ અને ઈશ્વરના સંલગ્નને માર્ગ. વ્યક્તિ માનવ મટી મહામાનવ બને, મહામાનવ મટી દેવ બને અને દેવમાંથી મહાદેવ બને એ ધર્મને માર્ગ છે. માનવની મહાદેવ બનવાની ઝંખના એને એક યા બીજા ધર્મ તરફ વળગેલો રાખે છે. જીવનમાંથી જ્યારે બધુંયે દૂર થતું જાય અને માનવને કઈ સહારે ન રહે ત્યારે ધર્મ એને સહારો બને છે, અને એથી માનવી ધર્મને વળગેલું રહે છે. એથી જ ધર્મ માનવીના જીવનમાં ઓતપ્રોત થયેલે છે. ન કદાચિત આથી જ માનવ અને માનવસમૂહને વિવિધ પ્રકારના ધર્મો પ્રાપ્ત થયા છે. ભૌગોલિક પ્રદેશ અને ઇતિહાસના કાળક્રમની દૃષ્ટિએ ઊપજેલા વિવિધ ધર્મો માનવીની કઈ મૂળભૂત જરૂરિયાતોમાંથી ઉપસ્થિત થયા અને તે જરૂરિયાતોને જે તે ધર્મ કેટલે અંશે પરિપૂર્ણ કરી શક્યો એ મહત્ત્વને પ્રશ્ન છે. જીવ, જગત અને ઈશ્વર અને તેના સ્વરૂપ અને સંબંધ વિશે જે તે ધર્મને શો ખ્યાલ છે ? માનવનું અંતિમ લક્ષ્ય શું હોઈ શકે ? મુક્તિ સ્વરૂપ કેવું છે? મરણોત્તર અવસ્થા શી છે ? સ્વર્ગ અને નર્કના ખ્યાલે કેવા છે? કર્મ અને ફળના સંબંધે કઈ રીતે પ્રજાવા છે? જીવનમાં અનિષ્ટનું સ્થાન શું છે ? દુઃખનું કારણ કર્યું છે ? આનંદપ્રાપ્તિને માગ કર્યો છે ? વગેરે પ્રશ્નો પ્રત્યેક ધર્મ ઉપસ્થિત કરે છે, અને એના ઉત્તર આપવાને પ્રયાસ કરે છે. ઘણી વેળા પ્રશ્નો સમાન હોવા છતાં ઉત્તરે વિવિધ સ્વરૂપના હોય છે. કેટલીક વેળા સમાન