________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ધરાવી શકે કે કેમ, એ પણ એક વિચારણાને પ્રશ્ન છે. સમાજશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા ધર્મના હકીકાત્મક અધ્યયનથી મળેલી માહિતી આ વિવિધ પ્રશ્નોના ઉકેલમાં સારે પ્રકાશ પાથરે. એમ છે. 5. ચારિત્ર્ય પદ્ધતિઃ વિશ્વના અગિયાર પ્રવર્તમાન ધર્મોમાંથી, હિંદુધર્મ અને શિધમ સિવાયના બાકીના નવ ધર્મસ્થાપકેએ આપેલા ધર્મો છે. ધમંરથાપકના ચારિત્રના અભ્યાસથી. તેમણે આપેલા અને પ્રબોધેલા ધર્મનું સ્વરૂપ સમજવું સરળ બને છે. કારુણ્યની મૂર્તિ સમા બુદ્ધ, સનેહના સાગરસમા જિસસ, કે સમન્વય દષ્ટિ ધરાવતાં નાનકનાં વ્યક્તિ એમણે સ્થાપેલા ધર્મના સ્વરૂપને મહદ અંશે દર્શન કરાવે છે. આ ઉપરાંત ધાર્મિક અનુભવ અને ઈશ્વર અનુભૂતિ વિશેનાં વિવિધ લખાણો પણ પ્રાપ્ત છે. એમાંથી પણ ધર્મના સ્વરૂપ વિશે તેમ જ ઈશ્વરનુભવ વિશે કંઈક જાણી શકાય. આ પદ્ધતિની વિશિષ્ટ ખામી એ છે કે જેને ઇશ્વર-સાક્ષાત્કાર થયું છે તે પિતે કંઈ લખતા નથી, અને જેઓ કંઈક લખે છે એમાંના ઘણાને ઈશ્વર-સાક્ષાત્કાર ભાગ્યે જ થયો હોય છે. ઘણી વખત આવાં ચારિ બીજાઓ દ્વારા લખાયેલા હોય છે. લેખક જે પ્રશંસામાં પડે તે નાની સિદ્ધિઓને મોટું સ્વરૂપ આપે અને વામણું આલેખે અને દેશને પહાડ જેવડા ચીતરે. વ્યક્તિએ પિતાનું ચારિત્ર આલેખ્યું હોય એમાં પણ કેટલીક વાર વ્યક્તિ પોતાને માટે વધારે કડક આલોચના કરે છે અને કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ આત્મશ્લાઘામાં સરી પડે છે. આ મર્યાદાઓને ખ્યાલ રાખીને આ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતીને ઉપયોગી કરવામાં હરક્ત નથી. 6. રસમીમાંસા પદ્ધતિ : ધર્મને ઈશ્વર માત્ર સત્ય રવરૂપે જ નહિ પરંતુ શુભ રવરૂપે અને સુંદર, સ્વરૂપે પણ પ્રત્યક્ષ થાય છે. એથી વિશેષ, ધાર્મિક અનુભવોમાં ઈશ્વર સખા 1. “મેવમાતાથપિતા ત્વમેવ, ત્વમેવ ધંધુસવા ત્વમેવ त्वमेव विद्या द्रविणम् त्वमेव, त्वमेव सर्वम् मम देव देवा॥"'