________________ ધર્મના અધ્યયનની પદ્ધતિઓ 21 (Unconscious) પ્રાધાન્ય આપ્યું. અચેતનને સમજાવતા એમણે હિમ–પર્વતનો દાખલે આપ્યો અને જણાવ્યું કે હિમ-પર્વતને 78 અંશ ભાગ સાગરનાં -જળની નીચે છે અને માત્ર 18 અંશ ભાગ જ ઉપર દેખા દે છે. આમ, માનવનું ચેતન જે દૃષ્ટિગોચર થાય છે તે ખરેખર અલ્પ છે–૧/૮ અંશ છે અને માનવનું અચેતન 78 અંશ જેટલું છે. ફ્રોઈડે તે આગળ વધી એમ પણ જણાવ્યું છે કે ધર્મ, સાહિત્ય અને કલા એ તે એવાં માનવ–પ્રજને છે જે દ્વારા, માનવ અચેતનમાં દબાવેલી વૃત્તિઓ જે સુષુપ્તપણે પડેલી છે, અને જેને ચેતનાના સ્તર પર આવવામાં -વ્યક્તિને પિતાને અહં અને સમાજનું બંધારણ અવધે છે, તે સુષુપ્ત અચેતન વૃત્તિઓ આ બધાં પ્રજને દ્વારા બહાર આવે છે. ફ્રાઈડે આલેખેલ ધર્મનું વરૂપ એ જુદા અભ્યાસનો વિષય છે. 4. સમાજશાસ્ત્રીય પદ્ધતિ - માનવ એક સામાજિક પ્રાણી છે, એ સ્વીકારાયેલ છે. સમૂહજીવન એ પ્રાણીજગતની એક વિશેષતા છે, અને છતાં પ્રાણજગતના સમૂહજીવનનું સ્વરૂપ 'માનવજીવનનાં સમૂહજીવનના સ્વરૂપ કરતાં ભિન્ન છે. માનવનું સમૂહજીવન કેટલાંક પરિબળો પર આધારિત છે. આ પરિબળોમાંનું એક મહત્ત્વપૂર્ણ પરિબળ ધર્મ છે. -સમાજને ધારણ કરવાની શક્તિ ધર્મમાં જ છે–જે તે સમયે ધર્મમાં એ કૌવત છે કે કેમ એ અલગ પ્રશ્ન છે. ધર્મ અને સમાજ વચ્ચે એક ઘનિષ્ઠ પ્રકારને ( સંબંધ છે અને એથી સમાજ ધર્મને અને ધર્મ સમાજને ઘડી શકે છે તેમ જ ઉપલટાવી પણ શકે છે. કે સમાજના એક અંગ તરીકે ધર્મનું શું સ્થાન રહ્યું છે, સમાજ-પરિવર્તનમાં ધર્મને શું ફાળો રહ્યો છે, ધાર્મિક વ્યવહારની સામાજિક જીવન ઉપર શી અસર થઈ છે, ધાર્મિક વ્યક્તિનું સમાજમાં કેવું, કેટલું અને કયારે આધિપત્ય રહ્યું છે, ધર્મપરિવર્તનની પ્રક્રિયા ક્યાંથી, કેવી રીતે અને કયારે ઊપજી છે એ અને એવા બીજા અનેક વિષયોનું સંશોધન સમાજશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા થાય છે. તે સમાજને ઘડનાર, એને ગતિ આપનાર અને એનું પરિવર્તન કરનાર એક શાલક બળ તરીકે ધર્મનું શું સ્થાન છે અને એને શે ફાળે છે એ મહત્તવને ' વિષય છે. ક્યા પ્રકારની સમાજવ્યવસ્થામાં ધર્મ ઓતપ્રોત થઈ શકે અને ક્યા પ્રકારની સમાજ રચનામાં ધર્મને માટે ભયસ્થાને છે અને તે કેવા પ્રકારના છે એ ૫ણ એક અગત્યને પ્રશ્ન છે. સમાજ કદીયે ધર્મવિહીન સમાજ તરીકે અસ્તિત્વ