________________ ધર્મના અધ્યયનની પદ્ધતિઓ 19 ઉપરથી એ ખ્યાલ આવી શકશે કે ઈ. સ. પૂર્વે 650 થી 550 સુધીમાં, એટલે કે એ એક સદીના ગાળામાં, જગતના પ્રવર્તતા અગિયાર ધર્મોમાંથી, છ જેટલા “ધર્મો અસ્તિત્વમાં આવ્યા. આ એક એતિહાસિક હકીક્તની સમજ અતિહાસિક પદ્ધતિ આપણને આપી શકે. આવી જ રીતે પ્રત્યેક ધર્મમાં કાળાનુક્રમે ઊપજેલા વિવિધ સંપ્રદાય પ -ક્યાં એતિહાસિક પરિબળોને પરિણામે નીપજ્યાં એની સમજ ઐતિહાસિક પદ્ધતિ આપણને આપી શકે ધર્મના ઈતિહાસ વિશે લખાયેલાં વિવિધ પુસ્તકે બહુધા અતિહાસિક પદ્ધતિને સ્વીકાર કરી તેને ઉપયોગ કરે છે. 2. તાત્વિક પદ્ધતિ : સામાન્ય રીતે એમ કહેવાય છે કે તત્વજ્ઞાન એ વિજ્ઞાનને પામે છે. એક અર્થમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનું ધ્યેય સમાન છે. ધર્મ ઈશ્વરને સ્વીકાર કરીને, -એની પ્રાપ્તિના પ્રયાસમાં પ્રયત્નશીલ રહે છે. ઈશ્વરના સ્વીકારને ધર્મને આધાર સવિશેષ અંતઃ અનુભૂતિ કે શ્રદ્ધા છે કેઈપણ અભ્યાસ-વિષય જે કાંઈ સ્વીકારી લે છે એની ચકાસણી કરવાનું કાર્ય તત્ત્વદર્શન કરે છે, અને એ તત્તના સ્વરૂપની સાથે જે તે અભ્યાસે સ્વીકારેલ સત્ય કે હકીકત કેટલે અંશે સુસંગત છે તેની ચકાસણી કરી તવદર્શન તે અભ્યાસક્ષેત્રને તેનું યોગ્ય સ્થાન દર્શાવે છે. જ્ઞાનપ્રાપ્તિ તત્વજ્ઞાનને મહદ્ હેતુ છે. એથી ધર્મના ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ તર જ્ઞાન કરે એટલું જ નહિ, પરંતુ ધર્મમાં રજૂ થયેલ અન્ય વિષ્ય અંગેની પણ એ ચકાસણી કરે છે. મુક્તિ, અનિષ્ટ, પ્રભુપ્રાપ્તિ, અમરત્વ, કર્મબંધન, પાપ અને સા, નર્ક અને સ્વર્ગ જેવા વિવિધ વિચારે અંગેની તાવિક દૃષ્ટિએ આલેચવાનું કાર્ય પણ તત્ત્વજ્ઞાન સ્વીકારે છે. આમ કરીને -તત્વજ્ઞાન ધર્મને એક મજબૂત અને વિશાળ પાયે પૂરા પાડે છે. જે ધર્મની રચના આ પાયા પર થયેલી હોય એ ધર્મ તેટલે અંશે તત્ત્વજ્ઞાનને આવિષ્કાર પામે છે. ધર્મના વિવિધ ખ્યાલની આવી તાત્વિક સમાલોચના કરવાને તાત્વિક પદ્ધતિનો આશય હોય છે. એટલે વધુ અંશે આવી આલોચનામાંથી જે ધર્મ બહાર આવે તેટલે અંશે તે ધર્મ તારિક દષ્ટિએ વધુ સ્વીકાર્ય બની શકે. ધર્મના તત્ત્વજ્ઞાન અંગે લખાયેલાં વિવિધ પુરતમાં મુખ્યત્વે આ તાત્ત્વિક પદ્ધતિનો ઉપયોગ થયેલું જોવા મળે છે.