________________ 3 ધર્મના અધ્યયનની પદ્ધતિઓ તરીકે, મિત્ર તરીકે, પ્રિયતમ તરીકે, બાળવરૂપે એમ વિવિધ સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે ધર્મના ઈશ્વરને આવો આવિષ્કાર સાહિત્યનાં વિવિધ રવરૂપમાં આલેખાયેલે જોવા મળે છે. ઉપરાંત ચિત્રકળાના વિવિધ નમૂનાઓમાં, સ્થાપત્ય કલાની અનેક કારીગીરીમાં, નૃત્યની વિવિધ મુદ્રામાં, સંગીતના વિવિધ સ્વરમાં પણ આવા અનુભવોને વાચા મળે છે. દેવમંદિરનું સ્થાપત્ય, એના દીવાલચિત્રો, એની છતનું કોતરકામ અને દેવદેવીઓની આકૃતિઓ વગેરે પણ આવા અનુભવોનો ઇશારે આપતા હોય છે. રસમીમાંસા શાસ્ત્રીય પદ્ધતિથી આવી અનેક બાબતોને અભ્યાસ કરી એમાંથી જે ખ્યાલ ઊપજે અને ધર્મ અંગેની જે કંઈ સમજ પ્રાપ્ત થાય તેનાથી ધર્મને અભ્યાસ સમૃદ્ધ બનવાની પૂરી સંભાવના છે. 7, નીતિશાસ્ત્રીય પદ્ધતિ : વિશ્વમાં વસતા માનવના શક્ય સર્વ સંબંધોને નીચેના પ્રકારો દ્વારા આવરી લઈ શકાય : 1. માનવને અન્ય મા સાથેનો સંબંધ 2 માનવને સમાજ સંસ્થાઓ સાથે સંબંધ 3. માનવને પ્રકૃતિ સાથેનો સંબંધ 4. માનવને પિતાની સાથેનો સંબંધ 5. માનવને ઈશ્વર સાથે સંબંધ આ બધા સંબંધમાં નીતિશાસ્ત્ર મુખ્યત્વે કરીને માનવને અન્ય માનવો સાથેના સંબંધના ક્ષેત્રની ચર્ચા કરે છે. માણસ ઈશ્વરપ્રાપ્તિને પંથે પગરણ માંડે એ પહેલાં એણે એની પિતાની સાથે સંબંધ તેમ જ એને અન્ય માનવીઓ સાથે સંબંધ સ પૂર્ણપણે પરિપૂર્ણ અને પવિત્ર બનાવવો જરૂરી છે. તે જ માનવી સાચા અર્થમાં નિતિક છે, જે પિતાની જાત પ્રત્યે તેમ જ અન્ય માનવીઓ પ્રત્યે સચ્ચાઈપૂર્વક વફાદારીથી વર્તે છે. આથી જ સામાન્યપણે એમ કહેવાયું છે કે નૈતિકતા એ ધાર્મિકતાનું પૂર્વ સોપાન છે. અધાર્મિક માનવી નૈતિક હેવાની સંભાવના છે, પરંતુ અનૈતિક માનવી ધાર્મિક હોવાની સંભાવના નથી. જે વ્યક્તિ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતી નથી તે અધાર્મિક હોઈ શકે. પરંતુ જે તે વ્યક્તિ પિતાની સાથેના સંબંધમાં અને પિતાના અન્ય વ્યક્તિઓ સાથેના 2. “મેરે તો રિધર ગોપર દૂસરા ન વો” મેં તે ઓઢી લીધે ચુડલે તારે રે હરિ, નથી રે નજર મારી બીજાના ભણું.”