________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 3 મને વૈજ્ઞાનિક પદ્ધતિ . એક અભ્યાસ વિષય તરીકે તત્ત્વજ્ઞાનથી છૂટા પડ્યા પછી જ, મનોવિજ્ઞાને વિકાસની હરણફાળ ભરી છે. મને વિજ્ઞાનને અભ્યાસ-વિષય માનવ છે—માનવનું મન છેમાનવની વર્તણૂક છે. પરંતુ આપણે આગળ જોયું તેમ માનવ અને ધર્મ એકબીજા સાથે એટલા તે ઓતપ્રોત થયેલા છે કે એકમેકને એકબીજાથી અલગ કરવા કઠિત છે. આથી જ મનોવૈજ્ઞાનિકની દષ્ટિએ ધર્મને માનવ-ચેતનાના અષણના એક યા બીજા અંગ પર આધારિત કર્યો છે. માનવચેતનાના મનોવિજ્ઞાને આપેલા અંગે તે, વિચાર (Cognition), ક્રિયા (Conation) અને લાગણી ( Affection). " ચેતનાના આ પ્રત્યેક અંગને પ્રાધાન્ય આપીને તે એક અંગ સાથે જ ધર્મને સાંકળવાનો પ્રયત્ન થયેલું જોવા મળે છે. : માનવ-ચેતના એક લગાતાર પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં કવચિત વિચાર આગળ તરી આવે છે, તો કયારેક ક્રિયા પ્રાધાન્ય ભોગવે છે, અને વળી કયારેક સમગ્ર ચેતનાને દર લાગણના કબજામાં જોવા મળે છે. પરંતુ આપણે જ્યારે સમગ્ર માનવ-ચેતનાને વિચાર કરીએ ત્યારે એ સમજવું ખૂબ જરૂરી છે કે ચેતના એક અગાધ સાગર જેવી છે, અને સાગરમાં જેમ વિવિધ પ્રકારનાં જાઓ હોઈ શકે તેમ ચેતનામાં પણ વિચાર, ક્રિયા અને લાગણીના તરંગ હઈ શકે.. સાગરના એક મેજાને આપણે બીજા મેજાથી છૂટું પાડી શકીએ, પરંતુ એમાંના કોઈપણ મોજાને સાગરથી જુદું પાડી શકીએ નહિ. સાગરના વાસ્થળ પર એક મોજું ઘડીભર લહેરાય છે, પરંતુ બીજી જ ક્ષણે એ મોજાનું જળ ફરી પાછું સાગરના જળની સાથે એકરૂપ બની જાય છે. આમ ચેતનાનાં વિવિધ અંગે રવીકારવા છતાં તે પિતે જ પૂર્ણ છે, એવું સ્વીકારી શકાય નહિ. અને છતાંયે ધર્મને ચેતનાના આવા એક અંગ સાથે સાંકળી તેને સમજાવવાનો પ્રયાસ થયો છે. - આ પદ્ધતિને ઉપગ ધર્મના મનોવિજ્ઞાનનાં પુસ્તકમાં થયેલો જોવા મળે છે. મનોવૈજ્ઞાનિક પદ્ધતિને ધર્મના અભ્યાસની એક પદ્ધતિ તરીકે વિચાર, કરીએ ત્યારે સીગમન ક્રિાઈડે મનોવિજ્ઞાનને જે દિશાપલ્ટો કર્યો છે અને એને પરિણામે જે નવીન વિજ્ઞાનિક પદ્ધતિ પ્રાપ્ત થઈ છે. તેને ઉલ્લેખ કરવો પણ વાજબી રહેશે. . . . : : : ફોઈડના પુરોગામીઓએ માનવ ચેતનાને પ્રાધાન્ય આપ્યું, ઈડે અચેતનને