________________ 1.4 ધર્મના અધ્યયનની પદ્ધતિઓ માનવજીવનમાં ધર્મનું મહત્ત્વનું સ્થાન છે. તેથી વિવિધ રસવૃત્તિવાળા માનએ ધર્મને અભ્યાસ હાથ ધર્યો છે. ધર્મના થયેલા આવા અભ્યાસમાં કઈ એક કે વધારે પદ્ધતિઓને આશરે લેવામાં આવ્યું છે. અહીંયાં આપણે ધર્મના અભ્યાસની વિવિધ પદ્ધતિઓને આછો ખ્યાલ મેળવવા પ્રયત્ન કરીએ. 1. ઐતિહાસિક પદ્ધતિ : આપણે એ જોયું કે ધર્મ માનવ જેટલું જ પુરાણો છે. પરંતુ આપણી સમક્ષ એ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય કે કાળના વહેતા પ્રવાહમાં ધર્મનું સ્વરૂપ અને પ્રકાર એક સરખા જ રહ્યા છે કે પલટાતા રહ્યા છે ? કાળના ક્રમના ક્યા તબકકે ધર્મની ઉત્પત્તિ થઈ છે ? વિવિધ પ્રદેશમાં ધર્મની ઉત્પત્તિ એક જ કાળે થઈ છે ખરી ? જે ધર્મની ઉત્પત્તિ પ્રદેશાનુસાર વિવિધ સમયે થઈ હોય તે એમ શા માટે? કાળના પ્રવાહમાં ધર્મની પ્રગતિ કઈ રીતે થઈ છે ? એ પ્રગતિ એકધારી રહી છે? ધર્મ, ગતિશીલ બળ કદીયે બન્યું છે ખરું ? કયાં, ક્યારે અને કેવી રીતે? વ્યક્તિ અને સમાજના પરિવતનમાં ધર્મને શું ફાળો છે ? એ પરિવર્તન ધર્મ દ્વારા કેવી રીતે નીપજ્યું છે? ધર્મને ઐતિહાસિક અભ્યાસ, આ અને આવા અનેક પ્રશ્નો હાથ ધરે છે અને એને ઉત્તર આપવાનો પ્રયાસ કરે છે. સમય એ એક નિશ્ચિત હકીકત છે, અને એથી એને અનુલક્ષીને બીજી કેટલીયે પલટાતી પરિસ્થિતિની સમજ પ્રાપ્ત કરી છે. પાછળ આપેલ પરિશિષ્ટ