________________ ઇતિહાસ દષ્ટિએ ધર્મનું બદલાતું સ્વરૂપ 17 ધર્મના વિકાસની અને તેના પલટાતા સ્વરૂપની આવી રજૂઆત વિશે એક પ્રશ્નની છણાવટ કરવી જરૂરી છે. કોઈપણ ધર્મને સાર્વત્રિક કે રાષ્ટ્રીય કે આદિમ ક્યા આધારે કહી શકાય ? જે માત્ર ધર્મના ભૌગોલિક વિરતાર તરીકે આધાર લેવામાં આવે અથવા તો જનસમુદાયની જાતિને આધાર તરીકે લેવામાં આવે તો શું એ વાજબી આધાર તરીકે લેખી શકાય ? ધર્મને માત્ર ભૌગોલિક વિસ્તાર કે ધર્મ-અનુયાયીઓનું જાતિ પ્રકારનું વગીકરણ ધર્મને આ રીતે અવેલેકવા માટે યોગ્ય નથી. એનો વાજબી આધાર તે પ્રત્યેક ધર્મમાં ક્યાં તો અને અંગો સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે, અને એનો કેવી માવજત થઈ છે એના આધારે થઈ શકે. આપણે ઉપર રજૂ કરેલી વિચારણા પરથી એ સ્પષ્ટ થશે કે પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ આધુનિક સંસ્કૃત સમાજની જરૂરિયાતો પૂરી પાડવાને માટે કટિબદ્ધ છે, એટલું જ નહિ પરંતુ એક જનસમુદાયમાં ઉપસ્થિત થયેલ ધર્મ, બીજા જનસમુદાયને પણ સ્વીકાર્ય બને છે. આ દષ્ટિએ વિચારતાં એમ કહી શકાય કે પ્રત્યેક ધર્મમાં સમાવિષ્ટ તો વ્યક્તિ કે જૂથ સ્વરૂપનાં નહિ, પ્રદેશ કે ભાષા રવરૂપનાં નહિ પરંતુ સનાતન અને સાર્વત્રિક સ્વરૂપમાં છે એથી કોઈ એક જ ધર્મને, કે વધારે ધર્મોને સાર્વત્રિક લેખવા, અને એને મુકાબલે, બીજા ધર્મોને રાષ્ટ્રીય કે આદિમ ગણવા એ બરાબર નથી. બીજી દૃષ્ટિએ વિચારીએ તે પ્રત્યેક પ્રવર્તમાન ધર્મમાં પણ આદિમ અને રાષ્ટ્રીય ધર્મના અંશે અસ્તિત્વમાન નથી જ એમ કેમ કહી શકાય ? એ અંગેના સુભગ પરિવર્તનની પ્રક્રિયા પ્રત્યેક ધર્મમાં ચાલી રહી છે. જે મહત્ત્વનું છે તે આવાં તરના અસ્તિત્વનું નહિ પરંતુ એ તોના પરિવર્તનના પ્રયાસનું. આમ, પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ પરિવર્તનશીલ છે અને પ્રગતિના પંથે છે.