________________ ઇતિહાસ દૃષ્ટિએ ધર્મનું બદલાતું સ્વરૂપ 15 આધુનિક માનવીની જરૂરિયાતમાં મહત્ત્વનો તફાવત કરતું નથી. તે પછી પ્રશ્ન એ ઊઠે છે કે સંસ્કૃત સમાજમાં ધર્મ પિતાને વિશિષ્ટ ફાળો શી રીતે આપી શકે? એ એનું કાર્ય શી રીતે આટોપે? જે જરૂરિયાત એને પૂરી પાડવાની છે એ શી. રીતે પૂરી કરી શકે ? આ પ્રશ્નના ઉત્તર પામવાને માટે સંસ્કૃત સમાજમાં પ્રવર્તમાન ધર્મોનાં સમાન તો તરફ એક નજર ફેંકવી જરૂરી બને છે. પ્રથમ, એમ કહી શકાય કે પ્રત્યેક ધર્મ પિતાની રીતે એક આદર્શ જુએ છે, અને એને સિદ્ધ કરવા માટે માર્ગ પણ આપે છે. એટલું જ નહિ, પ્રત્યેક ધર્મ જીવન જીવવાને માટેના મહત્ત્વના નીતિનિયમો પણ આપે છે. ધમેં આપેલ નીતિ જીવનના આ આદેશોનું માનવજીવનમાં સમજપૂર્વક પાલન કરવામાં આવે તો વ્યક્તિના પિતાના સંઘર્ષો દૂર થાય, એટલું જ નહિ પરંતુ વ્યકિત અને સમાજ વચ્ચેના સંઘર્ષો પણ દૂર થાય અને એક ભ્રાતૃસમાજનું સર્જન થઈ શકે. બીજુ, આદિમ જાતિના ધર્મમાં સ્વીકારાયેલ આદિમ દૈવીતત્ત્વને પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ અસ્વીકાર કરે છે, એટલું જ નહિ પરંતુ એ એક એવા દૈવીતત્વને સ્વીકાર કરે છે, જે સર્વોપરી છે, સર્વસત્તાધી છે અને સર્વવ્યાપક છે. વધુમાં એ સર્વોપરી સત્તા ભયકારક છે, અન્યાયી છે કે ઘાતકી છે એવો ભાવ પણ સદંતરપણે નાબૂદ થયો છે. એથી ઊલટું એ પરમ તત્ત્વની પ્રાપ્તિ શકય છે, અને કયાં તે એની સાથે એકરૂપતા શક્ય છે અથવા તે એની દયા અને કૃપાથી માનવસમાજના ઉદ્ધારની શક્યતા છે એ સ્વીકારાયું છે. આવું વીતત્ત્વ એક તરફે નૈતિક પૂર્ણતા આપે છે તો બીજી તરફ તાત્વિક એકત્વ પણ પૂરું પાડે છે. ત્રીજું, દરેક પ્રવર્તમાન ધર્મ ઈશ્વરપ્રાપ્તિને એક નિશ્ચિત માર્ગ સૂચવે છે તથા તેની પ્રાપ્તિમાં કયા અવરોધક બળો છે એને પણ ખ્યાલ આપીને એને સામનો શી રીતે કરી શકાય એ પણ સૂચવે છે. આ માર્ગ, એનાં સોપાનો તથા એનાં અવરોધક બળો અને તેના સામનાના પ્રકાર વિશે વિવિધ ધર્મોમાં ભિન્નતા હોઈ શકે. ચોથું, પ્રવર્તમાન ધર્મોને અભ્યાસ, સંરકૃત સમાજે જે એક પ્રેરણાદાયી દશ્ય જોયું છે અને પરિચય કરાવે છે. પ્રત્યેક ધર્મ એવા કેટલાય દૈવ પુરુષનો ઉલ્લેખ કરે છે, જેમની વાણીમાં, જેમના જીવનમાં, જેમનાં કાર્યોમાં સર્વ પ્રકારના સંઘર્ષને અભાવ હોય અને એક પ્રકારનું સમગ્ર સમન્વયકારી અસ્તિત્વ હેય. જગતના આવા દૈવ પુરુષોમાં મહાવીર, કફ્યુશિયસ, બુદ્ધ, જિસસ, નાનક, મહમદ વગેરેનો સમાવેશ કરી શકાય. આ બધા જ મહાનુભાવોએ સંસ્કૃત માનવસમાજ માટે