________________ ઇતિહાસ દષ્ટિએ ધર્મનું બદલાતું સ્વરૂપ 13 આ પ્રશ્નનો ઉત્તર વધુ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થઈ શકે એ માટે આદિમ જાતિના માનવીને ધર્મ અને સુસંસ્કૃત માનવીના ધર્મ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. આદિમ જાતિને માનવી ઘણી રીતે નબળો છે. જ્ઞાનના ક્ષેત્રમાં હજી તે એણે પાપા પગલી પણ માંડી નથી, તે પછી પ્રકૃતિના માર્ગોના નિશ્ચિત જ્ઞાનની આશા તો એની પાસે કેમ જ રાખી શકાય? એનું જીવન પણ વિષમતાઓથી ભરપૂર છે આથી આદિમ માનવીના ધર્મમાં જે દેવતો સ્વીકારાયાં છે તે એનાં જીવનની જરૂરિયાતને અનુલક્ષોને સ્વીકારાયાં છે. પોતાના જીવનક્રમને અવરોધક એવાં બળોનો એણે સામનો કરવાનું છે. એ બળોનું જ્ઞાન એને નથી. એમનો સામનો કરવાની એની પાસે શક્તિ નથી. એથી એની પાસે એ બળોને રીઝવીને મનાવી લઈ જીતી લેવા સિવાય બીજો કોઈ આરો નથી. પરંતુ જેમ જેમ જ્ઞાનનો વિકાસ થતો ગયો અને વિજ્ઞાનની પ્રગતિ થતી. ગઈ તેમ તેમ આદિમ માનવે સ્વીકારેલા દેવીનું મહાત્ય ઘટવા માંડયું અને દૈવીતત્ત્વનું સ્થાન પ્રાકૃતિક શક્તિના વિચારે લીધું. પરંતુ એની સાથે એ શક્તિને નાથી શકાય એમ છે એમ પણ એ માન થશે. એક બાજુ વિજ્ઞાનને વિકાસ થયો અને તેની સાથે સાથે માનવસંસ્કૃતિ પણ પલટાવા લાગી. આવા સુસંસ્કૃત માનવસમાજની મુખ્ય જરૂરિયાત શી હોઈ શકે ? એ જરૂરિયાત સમજવાને માટે સુસંસ્કૃત સમાજના સામાન્ય ચિત્રથી પરિચિત થવું જરૂરી છે. સુસંસ્કૃત માનવી નિમ્ન કક્ષાનાં કુદરતી બળોને દેવસ્થાને બેસાડતું નથી, તેમ જ એમની સાથે કઈ પ્રકારને ભાવાત્મક સંબંધ સ્થાપવાને અહર્નિશ પ્રયત્નશીલ છે એમ પણ નથી. ખરી રીતે તે એક માનવજૂથ બીજા માનવજૂથની સાથે સતત સંઘર્ષમાં છે અને પોતાના આત્મરક્ષણની તેમ જ બીજા પર પોતાનું વર્ચરવ સ્થાપવાની પેરવીમાં રચ્યું રહે છે. આ સંધર્ષ જાતિ-જાતિ વચ્ચે જ નહિ, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે જ નહિ, માત્ર ગરીબ અને તવંગર વચ્ચે નહિ, શાસક અને આમપ્રજા સમુદાય વચ્ચે નહિ; પરંતુ વ્યક્તિની પિતાની અંદર પણ આવો સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય છે. પ્રત્યેક વ્યક્તિ એક અલ્પજીવ તરીકે સ્વાથ અને વરસનાં હિતેની પ્રાપ્તિને માટે પ્રયત્નશીલ રહે છે અને એની સાથે જ જનસમુદાયના હિતાર્થે કાર્ય કરવા પણ તત્પર રહે છે. પ્રત્યેક માનવ-વ્યક્તિ સ્વહિત અને પરહિતના ઉંબરે એવી રીતે ખડી છે કે એનું અડધું અંગ સ્વહિત પક્ષે અને અડધું પરહિત પક્ષે છે. આ સંઘર્ષમાં ઘણીયે વેળા વ્યક્તિ પોતે અલોપ અને અદશ્ય થાય છે અને કયાં તે વ્યક્તિના નિમ્નતમ રવાથી હેતુઓનું સામ્ર ય જામે છે, અથવા તે પરહિતને ઈજારો સેવતાં જૂથ વ્યક્તિને