________________ ધાર્મિક સત્ય આથી વિવિધ ધર્મોમાં રહેલા તફાવતને કારણે જ ધાર્મિક સત્ય શકય નથી એમ કહેવું એ તે સાગરમાં ટીપાને ન ઓળખવા બરાબર છે, અથવા તે. જે ધાર્મિક સત્ય ઈશ્વર-દીધેલ હેય તે એ ઈશ્વર-દીધેલ જ છે એમ શી: રીતે કહી શકાય ? એક તો એ સત્ય એવું હોવું જોઈએ જે પ્રકૃતિના સત્યથી વિરોધી ન હોય. બીજું, એ સત્ય માનવને વધુ પવિત્ર બનાવી ઈશ્વરની સમીપ લાવવામાં માર્ગદર્શક હોય. | ત્રીજું, ધાર્મિક પ્રશ્નો અને મૂંઝવણોને એમાં ઉકેલ પ્રાપ્ત હોય. એ એવું સત્ય હેય જે દ્વારા માનવીઓને નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા મળે અને એમનું સમગ્ર જીવન શાંતિ અને સુખાકારીથી સભર બને. ' ' જે ધાર્મિક સત્ય આ સ્વરૂપનું ન હતું તે માનવસમાજે એનો અનાદર કરીને એને કયારનુંય તરછોડવું હોત. પરંતુ ધાર્મિક સત્ય આજપર્યંત સ્વીકારતું રહ્યું છે અને એ જ એને દૈવત્વનો પુરાવો છે.